KUTCHMUNDRA

મુન્દ્રા, માંડવી તાલુકાની ૬૯ શાળાઓના વિદ્યાર્થીઓએ રશિયા દેશના વિદ્યાર્થીઓ સાથે વર્ચ્યુઅલ સંવાદ કર્યો

1-જાન્યુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

રમેશ મહેશ્વરી – કચ્છ

મુન્દ્રા કચ્છ :- માણસ માટે ખરાબ પુસ્તકાલયો નકામો સંગ્રહ બનાવે છે. સારી પુસ્તકાલયો ઉપયોગી સેવા બનાવે છે. અને મહાન પુસ્તકાલયો સારો સમુદાય બનાવે છે. વૈશ્વિક માહિતીના નોનસ્ટોપ સુનામીમાં લાયબ્રેરી પ્રવૃતિઓમાં બાળકો રસ લેતા થાય તેમાં ઊંડાણપૂર્વક સમજણ વિકશે તે ૨૧મી સદીમાં ખુબ જ આવશ્યક છે. ટેકનોલોજીના સમયમાં બાળક ટેકનોલોજીથી પરિચિત થાય તે જરૂરી છે એ તરફ યુવાનો આગળ પણ વધી રહ્યા છે પણ ટેકનોલોજીની સાચો ઉપયોગ કરવા માટે વિશ્વિક પરિપેક્ષ્યથી બાળક વિચારતા થાય એ માટે ભણતરની સાથે લાયબ્રેરી પ્રવૃતિઓમાં બાળક રસ લેતા થાય તે ખુબ જ જરૂરી છે. કોઈ પણ મહાન વ્યક્તિત્વના ઘડતરમાં લાયબ્રેરીનું મહત્વ ખુબ જ મહત્વનું હોય લાયબ્રેરી એવી ઉર્જા સંગ્રહ કરે છે જે કલ્પના ને બળ આપે છે. તેઓ વિશ્વ માટે બારીઓ ખોલે છે. તે સપનાઓ હાસલ કરવા માટે પ્રેરણા આપે છે અને ગુણવતા સુધારવામાં યોગદાન આપે છે.

ઉત્થાન પ્રોજેક્ટએ અદાણી ફાઉન્ડેશન દ્વારા ૩૧ ગામની ૬૯ સરકારી પ્રાથમિક શાળાઓમાં ૨૦૧૮ થી કાર્યરત છે. એક ઉત્થાન સહાયકની નિમણૂક થકી પ્રિય વિદ્યાર્થીઓને રેગ્યુલર કરવા, 1 થી 4 ધોરણમાં અંગ્રેજી શીખવવાના મુખ્ય લક્ષ્ય સાથે વિવિધ ભૌતિક સુવિધાઓ સાથે બાળકના સર્વાંગી વિકાસ માટે વિવિધ પ્રવૃતિ કરવામાં આવે છે. બાળકના વિકાસમાં ભણતરની સાથે વિવિધ અનુભવ થકી બાળકમાં સમજણ વિકશે તે આવશ્યક છે. જે અંતર્ગત દર વર્ષની જેમ આ વર્ષે પણ ISLM માં ભાગ લીધો હતો. ISLM (International School Library Month) એ લાયબ્રેરી એક્ટીવીટીને પ્રમોટ કરવા અને વિશ્વને એક પ્લેટફોર્મ પર લાવવા માટેની એક પહેલ છે. ૨૦૧૯-૨૦માં બુકમાર્ક એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત ઉત્થાનની ૧૭ શાળાઓના વિદ્યાર્થીઓના બૂકમાર્ક ૧૦થી વધુ વિવિધ દેશો જેવા કે ક્રોએસિયા, યુએસએ, રશિયા અને ઓસ્ટ્રેલિયામાં પહોંચ્યા હતા. ૨૦૨૦-૨૧ માં કોરોના જેવી મહામારીના સમયમાં પણ ડિજિટલ બૂકમાર્ક એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત વિદ્યાર્થીઓના ડિજિટલ બુકમાર્ક વિવિધ દેશોમાં પહોંચાડ્યા હતા. જે માટે બાળકોને વિશિષ્ટ તાલીમ પણ આપવામાં આવી હતી. વર્ષ ૨૦૨૧-૨૦૨૨ માં વર્ચ્યુઅલ કનેક્શન અરાઉન્ડ ધ વર્લ્ડ અંતર્ગત ફેરી ટેલ્સ ઍન્ડ ફોક ટેલ્સ થીમ આધારિત ક્રોએસિયાની શાળા સાથે બાળકોએ સંવાદ કર્યો હતો. જયારે ચાલુ વર્ષે ઉત્થાનની ૫૧ પ્રાથમિક શાળાને ૮ દેશના ૫૨ શાળા બુકમાર્ક માટે પાર્ટનર શાળા તરીકે મળી હતી. જયારે ડીજીટલ બુકમાર્ક માટે ૫૧ પ્રાથમિક શાળાને ૧૦ દેશના ૭૮ શાળા પાર્ટનર શાળા તરીકે મળી હતી.આઈ.એસ.એલ.એમ એ વૈશ્વિક લેવલ પર એક પ્લેટફોર્મ છે જેમાં ૫૦ થી વધારે દેશ જોડાયેલા છે. અને તે વિવિધ પહેલ દ્વારા વિશ્વમાં બાળકોને લાયબ્રેરી પ્રવૃતિઓમાં રસ વધે તે માટે પ્રયત્નશીલ છે. ઉત્થાન પ્રોજેક્ટ અદાણી ફાઉન્ડેશન અંતર્ગત ૨૦૦ થી વધુ શાળાઓમાં કાર્યરત છે. જેમાંથી ૭૭ શાળાઓ તો કરછની જ સમાવેશ કરવામાં આવી છે. ઉત્થાન અંતર્ગત બાળકોને હર હંમેશ નવું પ્લેટફોર્મ આપવા માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત વિશ્વના દેશોની શાળાના બાળકોને આપણા બાળકો સાથે વર્ચ્યુઅલી જોડાય છે. બાળકો સાથે મુન્દ્રા તાલુકાની શાળાઓએ વર્ચ્યુઅલ મુલાકાત કરેલી એ જ રીતે આ વર્ષે પણ ઇન્ટરનેશનલ જીમ્નેશીયમ સ્કોલકોવો (રશિયા) ની શાળા સાથે વર્ચ્યુઅલ મુલાકાતનું આયોજન થયું હતું. જેમાં ત્યાંની શાળામાં થતી એક્ટિવિટી તેમજ શાળાની લાઇબ્રેરીનું માળખું સુંદર રીતે રજૂ કરાયું હતું. તે જ પ્રમાણે અહીંથી ઉત્થાન પ્રોજેક્ટ અંતર્ગત ચાલતી પ્રવૃત્તિઓ જેવી કે મોનસ્ટર આલ્ફાબેટ, મધર્સ મિટ, ડે સેલિબ્રેશન વગેરે વિશે ઉત્થાન સહાયક ‘અઝીઝ ફાતીમા’ દ્વારા સચોટ માહિતી પ્રસ્તુત કરાઈ હતી. આ વર્ચ્યુઅલ કનેક્શનમાં મુન્દ્રા તાલુકાની સમાઘોઘા શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા સુંદર ગરબો પ્રસ્તુત કરાયો હતો. જેથી રશિયાના બાળકો અને શિક્ષકો ખૂબ જ પ્રભાવિત થયા હતા. અને આવી પ્રવૃતિઓમાં આગળ પણ જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. વાંઢ પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીએ મગીબેન રબારીએ ઉત્થાન શાળામાં થતી લાયબ્રેરી એકટીવીટી વિષે વિસ્તૃત વાત કરી હતી. તે જ રીતે રશિયાની શાળાના વિદ્યાર્થીનીએ ત્યાં થતી લાયબ્રેરી એકટીવીટી વિષે વિસ્તૃત વાત કરી હતી. સાથે સાથે રશિયાના બાળકોના કચ્છ, ગુજરાત અને ભારતની વિશિષ્ટતા, ભૌગોલિક સ્થિતિ, સંસ્કૃતિ અને વારસાની વાત રજૂ કરી હતી. તેવી જ રીતે ત્યાંની શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ રજૂઆતો કરી હતી. જે ઉત્થાનના બાળકો માટે ખૂબ જ રોમાંચિત અનુભવ રહ્યો હતો. જેથી ત્યાંના વિદ્યાર્થીઓમાં એક બીજાના દેશ વિષે જાણવા માટે નવી કુતુહુલ ઉભી કરી હતી. આ રીતે બાળપણમાં જ વિદ્યાર્થીઓ વિવિધ દેશો વિશે જાણતા થાય, તેમની સાથે મળીને એક બીજાની સંસ્કૃતિ, વિચારોને સમજે અને ભારતીય વિચાર “વસુધેવ કુટુંબકમ” ને જીવનમાં ઉતારે તે માટે પ્રયત્ન થયો હતો. આ કાર્યક્રમનો લાભ ૬૯ શાળાના વિદ્યાર્થીઓએ મોબાઈલ અને ટીવીમાં કનેક્ટ થઈને લીધો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિદ્યાર્થીઓ ઉમળકા ભેર ભાગ લીધો હતો. જેમાં શાળાના શિક્ષકો, આચાર્યશ્રીઓ, ગામના આગેવાનો, વાલીઓનો અને ઉત્થાન સહાયકનો અગત્યનો સાથ સહકાર રહ્યો હતો.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!