KUTCHMANDAVI

આસામ વિધાનસભાની ગૌણ વિધાન સમિતિએ ગુજરાત વિધાનસભાની મુલાકાત લીધી.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી,તા-૧૯ નવેમ્બર : આસામ વિધાનસભાની ગૌણ વિધાન સમિતિએ ગુજરાત વિધાનસભાની મુલાકાત લીધી હતી. આસામ વિધાનસભાની ગૌણ વિધાન સમિતિના પ્રમુખશ્રી પોનાકન બરૂઆ અને અન્ય ૫ સભ્યો આ અભ્યાસ પ્રવાસમાં સામેલ હતા. આસામ વિધાનસભાની ગૌણ વિધાન સમિતિએ ગુજરાત વિધાનસભાની સીસ્ટર કમિટિ ગૌણ વિધાન સમિતિ સાથે ઔપચારિક બેઠક કરી હતી. જેમાં ગુજરાત વિધાનસભાની ગૌણ વિધાન સમિતિના માન. પ્રમુખશ્રી અનિરૂધ્ધ દવે ઉપરાંત અન્ય ૪ સભ્યો હાજર રહ્યા હતા. બંને સમિતિઓએ આંતરિક કામકાજના નિયમો અને હાલમાં સમિતિમાં ચાલતા કામકાજ બાબતે વિસ્તૃત ચર્ચા કરી હતી.

Back to top button
error: Content is protected !!