
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – રાપર કચ્છ.
રાપર ,તા-૨૬ ઓક્ટોબર : રાપર ઉત્તર રેન્જ દ્વારા બેલા બીટના વિસ્તારમા આવતા સુકનાવાંઢ અને હનુમાનવાઢના કચ્છ ધુડખર વન્ય પ્રાણી અભ્યારણ્ય વિસ્તારમાંથી ખનીજ ખોદી ચોરી કરતા બે ડમ્પર, એક જેસીબી, એક ટ્રેક્ટર, લોડર, સહિતના ખનીજ ખોદકામ કરતા વાહનો જપ્ત કરી ખનીજ ચોરી પકડી પાડવામાં આવી છે. આ અંગે મળતી વિગતો મુજબ રાપર ઉત્તર રેન્જના આરએફઓ કે.બી.ભરવાડ તથા સ્ટાફ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં ડમ્પર નંબર જીજે12બીઝેડ 4044..જીજે-34 ટી 3270..જેસીબી નંબર વગરનું અને ટ્રેકટર લોડર નંબર વગરનુ આ તમામ વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. જેની અંદાજીત કિંમત ચાલીસ લાખ થાય છે. જેને કબજે કરી તમાંમ મુદ્દામાલ બાલાસર પોલીસ મથકે રાખવામા આવ્યો છે આ સાથે આરોપી ડ્રાઈવરોની અટક કરવામા આવી છે જેમાં રબારી પરબત ધારા રહે. હનુમાનવાઢ બેલા,જીર હેતા બન્યાલચંદ ફતેહગઢ,.બ્રહમા યાદવ ઉતર પ્રદેશ, અજય બબેરીયા મધ્ય પ્રદેશનો સમાવેશ થાય છે.આ ગુના કામે આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.






