
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.
ગુરૂવંદના થીમ આધારિત 13માં વાર્ષિક ઉત્સવમાં બહાર પડાયેલ જયોતિઅંક બી. એડ. કોલેજના પ્રિન્સિપાલ ડો. લાલજીભાઈ વી. ફફલને સમર્પિત કરાયો.
રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમમાં શાળાના 451 વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના ગીત, નૃત્ય, પિરામિડ જેવી 20 કૃતિઓ રજૂ કરાઈ
મુંદરા, તા.28 ફેબ્રુઆરી : દેશના ભાવિ નાગરિકોનું ઘડતર અને સંસ્કારોનું સિંચન કરતા, અનુશાસનના આગ્રહી, પરંપરા અને પ્રતિષ્ઠાને ઉજાગર કરતા સદાય વિધાર્થીઓને પોતાના આચારણ દ્વારા સતત ત્રણ દાયકાથી જ્ઞાન પીરસતા આચાર્ય ડો. એલ. વી. ફફલને સમર્પિત મુંદરાની શેઠ આર. ડી. એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત આર. ડી. પ્રાથમિક શાળાના 13માં વાર્ષિકોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સાથે ગુરૂવંદના થીમ આધારિત જયોતિઅંક પણ ડો.ફફલને સમર્પિત કરાયો હતો. આ સાથે ગૌ સેવાના લાભાર્થે મુંદરા પાંજરાપોળને 55000નું દાન આપી અબોલા જીવ માટે સેવાની ભાવનાથી નવી પહેલ કરવામાં આવી હતી. જેમાં શાળાના વિદ્યાર્થીઓ – સ્ટાફ – વાલીઓ – આચાર્ય દ્વારા 11000, શાળાના મેનેજિંગ ટ્રસ્ટી કેકીનભાઈ છેડા દ્વારા 11000, મેનેજિંગ ટ્રસ્ટી લક્ષ્મીચંદભાઈ કેનિયા દ્વારા 11000, વ્યવસ્થાપક સમિતિના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ જેસર દ્વારા 11000 તથા વ્યવસ્થાપક સમિતિના મહામંત્રી વિશ્રામભાઇ ગઢવી દ્વારા 11000નું દાન જાહેર કરાયું હતું. કાર્યક્રમની શરૂઆતમાં શાળાના આચાર્ય વાલજીભાઇ મહેશ્વરી દ્વારા પધારેલ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યા બાદ ડો.ફફલનું વિવિધ 11 સંસ્થાઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં આર. ડી. એજ્યુકેશનના મેનેજિંગ ટ્રસ્ટી કેકીનભાઈ છેડા, લક્ષ્મીચંદભાઈ કેનિયા, કચ્છ યુનિવર્સિટીના શિક્ષણ વિભાગના ડીન ડો. ડી. એમ. બકરાણીયા તથા યુનિવર્સિટીના ભૂતપૂર્વ ઉપકુલપતિ ડો. દર્શનાબેન ચમનલાલ ધોળકિયા, વ્યવસ્થાપક સમિતિના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ જેસર, માનદમંત્રી વિશ્રામભાઇ ગઢવી, સુનીલભાઈ મહેતા અને તમામ સભ્યો, મુંદરાના પોલીસ ઇન્સ્પેક્ટર આર. જે. ઠુમ્મર, આર. ડી. ટ્રસ્ટ સંચાલિત વિવિધ સંસ્થાના આચાર્યો જેમાં બી. એડ. કોલેજ વતી ડો. કૈલાશભાઈ નાંઢા, આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના ડો. દીપક્ભાઇ ખરાડી, પી. ટી. સી. કોલેજના રાજેન્દ્રભાઈ કુબાવત, આર. ડી. હાઈસ્કૂલના સ્નેહલભાઈ વ્યાસ, સી.કે.એમ. કન્યા વિદ્યાલયના દમયંતીબેન પરમાર, આર. ડી. પ્રાથમિક શાળાના વાલજીભાઈ મહેશ્વરી, યસ ફાઉન્ડેશનના સુલતાનભાઈ તુર્ક, મુંદરા-બારોઇ નગરપાલિકાના પૂર્વ નગરપતિ કિશોરસિંહ પરમાર, ડાયાલાલ આહીર, પ્રકાશભાઈ ઠક્કર, પ્રકાશભાઈ પાટીદાર, અખિલ કચ્છ ગણેશ સેવક સંઘ લુણીના ઉપપ્રમુખ મંગલભાઈ ખાખલા, હિરજીભાઈ ચંઢારિયા, અશોકભાઈ ગડણ, ગાવિંદભાઈ સીંચ, સાર્વજનિક એજ્યુકેશન ટ્રસ્ટ મુંદરાના ગુલામ દસ્તીગી, ઈમ્તિયાઝભાઈ મોયડા, શિરાજભાઈ મલેક, મુંદરા પાંજરાપોળના નવીનભાઈ મહેતા, હિરેનભાઈ સાવલા, અખિલ કચ્છ મહેશ્વરી વિકાસ સેવા સંઘના બુદ્ધારામ કેનિયા, હિરજીભાઈ ચંઢારિયા, મૂળજીભાઈ અબચુંગ, અર્જુનભાઈ કઢુઆ, ડો.ફફલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ડો. દીપકભાઈ પંડ્યા, કાનજીભાઈ સોધમ, ઠાકરશીભાઈ ધોરિયા, જનરભાઈ કુંભાર, હિમાલયભાઈ જોષી, વાલજીભાઈ મહેશ્વરી દ્વારા સન્માન કરાયું હતું. ત્યારબાદ યોજયેલા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમમાં શાળાના 451 વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના ગીત, નૃત્ય, પિરામિડ જેવી 20 અલગ અલગ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. જેને નિહાળીને બહોળી સંખ્યામાં ઉપસ્થિત વાલીગણ તથા મહેમાનો મંત્રમુગ્ધ થઈ ગયા હતા. રમતગમત ક્ષેત્રે આનંદ દાનાભાઇ ડાભીનાં માર્ગદર્શન હેઠળ સિદ્ધિ મેળવેલ સાત વિદ્યાર્થીઓ, શ્રેષ્ઠ શિક્ષકો તથા શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને શાળાના શિક્ષિકા શિલ્પાબેન ભીમજીભાઈ કારિયાના સુપુત્ર અને શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી સ્વ. નિપુણની યાદમાં આર. ડી. હાઈસ્કૂલના શિક્ષક મહેશભાઈ હરિદાસ ઠક્કરના સૌજન્યથી ટ્રોફી આપીને તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમનું સંચાલન ગુંદાલા કુમાર પ્રાથમિક શાળાના શિક્ષિકા અને જાણીતા યુવા કવિયત્રી શબનમબેન ખોજા તથા શાળાની વિદ્યાર્થીનીઓ ઋતિકાબેન બગડા, જાગૃતિબા જાડેજા, આલિયાબેન ખત્રીએ કર્યું હતું. આભારવિધિ શાળાના શિક્ષક આનંદભાઈ ડાભીએ કરી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્યશ્રી વાલજીભાઇ મહેશ્વરીના માર્ગદર્શન હેઠળ આર. ડી. સંસ્થાના સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી હતી.













