GUJARATMODASA

અરવલ્લીના જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું સફળ આયોજન

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

*અરવલ્લીના જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું સફળ આયોજન*

અરવલ્લી જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓ અને નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવી હતી.આ કેમ્પમાં જિલ્લા કલેક્ટરશ્રી પ્રશસ્તિ પારિક, જિલ્લા વિકાસ અધિકારી દીપેશ કેડિયા, નિવાસી અધિક કલેક્ટર, DRDA ડાયરેક્ટર,નગરપાલિકા પ્રમુખ મોડાસા,ડિઝાસ્ટર મામલતદાર તેમજ વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહીને બલ્ડ ડોનેટ કર્યું હતું…આ કેમ્પમાં રક્તદાન કરીને સૌએ સમાજસેવાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

આ કાર્યક્રમના સંદર્ભે જિલ્લા ગ્રામવિકાસ એજન્સીના નિયામક એ જણાવ્યું હતું કે, “રક્તદાન એ માનવતાની સૌથી મોટી સેવા છે. એક યુનિટ રક્તથી કોઈનો જીવ બચાવી શકાય છે. આવા કેમ્પથી લોકોમાં જાગૃતિ આવે છે અને સમાજ પ્રત્યેની જવાબદારીની ભાવના મજબૂત થાય છે.” તેમણે રક્તદાતાઓનો આભાર માન્યો અને ભવિષ્યમાં પણ આવા આયોજનોને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.આ કેમ્પનું આયોજન જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી કરવામાં આવ્યું હતું જેમાં અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો. આવા કાર્યક્રમો જનજાગૃતિ અને સામાજિક એકતાનું પ્રતીક છે.”

આ કેમ્પમાં અરવલ્લી કલેક્ટર કચેરી, અરવલ્લી માહીતી કચેરી,મામલતદાર કચેરી અને જિલ્લા પંચાયત તેમજ જિલ્લા આયોજન વિભાગ,જિલ્લા તિજોરી વિભાગ,સહિતના વિભાગોના અધિકારીઓ કર્મચારીઓ બલ્ડ ડોનેટ કરવામા સહભાગી બન્યા…આ કેમ્પમાં આરોગ્ય વિભાગની ટીમે રક્તદાન પ્રક્રિયાને સરળ અને સુરક્ષિત બનાવવા માટે ઉત્તમ વ્યવસ્થા કરી હતી. કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ભાગ લેતાં નોંધપાત્ર રક્ત એકત્ર થયું, અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર આવા સામાજિક કાર્યક્રમો દ્વારા લોકોને જાગૃત કરવા અને સમાજસેવાને પ્રોત્સાહન આપવા માટે સતત પ્રયત્નશીલ છે.

Back to top button
error: Content is protected !!