KUTCHMANDAVI

કચ્છ સંગ્રહાલય આયોજીત ફોટોગ્રાફી હરીફાઇના બેસ્ટ ફોટોગ્રાફસનું પ્રદર્શન તા.૨૧ ઓગસ્ટના યોજાશે.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.

ભુજ,તા-૨૦ ઓગસ્ટ : કચ્છ સંગ્રહાલય, ભુજ દ્વારા આઝાદીના અમૃત કાળ દરમિયાન આંતરરાષ્ટ્રીય યુવા દિવસ (તા. ૧૨/૦૮/૨૦૨૪), સ્વતંત્રતા દિવસ (તા. ૧૫/૦૮/૨૦૨૪) તથા વિશ્વ ફોટોગ્રાફી દિવસ (તા. ૧૯/૦૮/૨૦૨૪) ને સાંકળીને કચ્છ સંગ્રહાલય, ભુજ દ્વારા મારુ કચ્છ : કલા, કલાકાર અથવા કારીગર સાથે આખો દિવસ (An Entire Day with Art, Artist or Artisan) વિષય પર ફોટોગ્રાફી હરીફાઈનું ગત વર્ષ ની સફળતા બાદ આ વર્ષે પણ આયોજન કરી તા. ૦૫/૦૮/૨૦૨૪ ના રોજ જાહેરાત કરવામાં આવી હતી.. જે અંતર્ગત તા. ૦૬/૦૮/૨૦૨૪ થી તા. ૧૫/૦૮/૨૦૨૪ દરમિયાન સ્પર્ધકોએ પોતાની પસંદગીના, કલા, કલાકાર કે કારીગર સાથે આખા દિવસ દરમિયાનની અહમ ભુમિકા દર્શાવતી ઓછામાં ઓછી ૨ થી ૫ ફોટોગ્રાફ સાથે પોતાની અનુભૂતિ શબ્દોમાં પરોવી (સ્ટોરી લાઈન) ફોટોગ્રાફીના માધ્યમથી રજૂઆત કરવાની હતી. તા. ૧૫/૦૮/૨૦૨૪ સુધીમાં ગુગલ ફોર્મ ભરી, પોતાના ફોટોગ્રાફ દરેક સ્પર્ધકે પોતાના સોશિયલ મીડિયા પેઈજ (જેવાં કે Instagram, Facebook, Twitter) પર અપલોડ કરી Kachchhmuseumin ને ટેગ કરીને #Kachchhmuseumin, #capativitingkachchh, #asanjokachchh, #anentireday. #WorldPhotographyDay. #WorldPhotographyDay૨૦૨૪ કરવા જણાવાયું હતું. ફોટોગ્રાફી અને વિરાસત ક્ષેત્રના નિષ્ણાંત નિર્ણાયકોની સમિતી દ્વારા પંસદગી પામતાં બેસ્ટ ફોટોગ્રાફસ પ્રદર્શન બુધવાર તા. ૨૧/૦૮/૨૦૨૪ ના રોજ સાંજે ૦૫:૩૦ વાગ્યે કચ્છ સંગ્રહાલય ખાતે ક્રાંતિવીર પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિ. ભુજ ના કુલપતિશ્રી, ડો. મોહનભાઈ પટેલના હસ્તે નાગરિકો માટે ખુલ્લુ મુકવામાં આવશે.આ પ્રદર્શન તા. રર થી ૨૪ સુધી સવારે ૧૦:00 થી સાંજે ૬:00 વાગ્યા સુધી નિ:શુલ્ક જોવા મળશે. આ નિર્ણાયક સમિતી દ્વારા પસંદગી પામેલા મારુ કચ્છ ૨૦૨૪ ના સ્પર્ધકને પ્રદર્શનનાં ઉદઘાટનનાં દિવસે એટલે કે તા.૨૧ ઓગસ્ટ ના રોજ નવાજવામાં આવશે. તેમજ, અન્ય સ્પર્ધકોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે. તેવું કયુરેકટર, કચ્છ સંગ્રહાલયની અખબારી યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!