AHAVADANG

ડાંગ: વઘઇ રેંજનાં વનકર્મીઓ એ સાગી ચોરસા ભરેલ આઈસર ટેમ્પો ઝડપી પાડ્યો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ

ડાંગ જિલ્લાનાં દક્ષિણ વન વિભાગનાં વઘઇ રેંજની વનકર્મીઓની ટીમે ફિલ્મી ઢબે  સાગી ચોરસા ભરેલ આઈસર ટેમ્પો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી…
પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાનાં દક્ષિણ વન વિભાગનાં ડી.સી.એફ રવિપ્રસાદ રાધાક્રિષ્નાનાં માર્ગદર્શન હેઠળ વઘઇ રેંજનાં આર.એફ.ઓ ડી.કે.રબારીની વનકર્મીની ટીમે લાગુ રેંજ વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ હાથ ધર્યુ હતુ.તે અરસામાં વઘઇ રેંજનાં વનકર્મીઓની ટીમને આઈસર ટેમ્પોમાં ગેરકાયદેસર લાકડાનો જથ્થો ભરી લઈ જવાની બાતમી મળી હતી.જે બાતમીનાં આધારે વઘઇ રેંજનાં આર.એફ.ઓ ડી.કે.રબારીએ વઘઇ ચેકપોસ્ટ પર વનકર્મીઓની ટીમને એલર્ટ કરી હતી.ત્યારે વઘઇ ચેકપોસ્ટ પર વઘઇ તરફથી એક નંબર પ્લેટ વગરનો આઈસર ટેમ્પાને વનકર્મીઓની ટીમે ઉભો રાખ્યો હતો.સ્થળ પર વનકર્મીઓની ટીમે પાસ પરમીટ માંગતા અહીથી આઈસર ટેમ્પો ચાલકે આઈસર ટેમ્પાને વાંસદા તરફ હંકારી મુક્યો હતો.જેથી વઘઇ રેંજનાં આર.એફ.ઓ ડી.કે.રબારીની ટીમે આ આઈસર ટેમ્પોનો ફિલ્મી ઢબે પીછો કર્યો હતો.આ આઈસર ચાલકે પુરપાટવેગે ભાગવા જતા  કિલાદ નજીક એક મોટરસાયકલ ચાલકને ટક્કર મારી માર્ગની સાઈડનાં સંરક્ષણ દીવાલ સાથે ભટકાવી દઈ નાસી છૂટ્યો હતો.અહી વઘઇ રેંજની વનકર્મીઓની ટીમે આઈસર ટેમ્પોની અંદર ચેક કરતા તેમાંથી પાસ પરમીટ વગરનાં 10 નંગ સાગી ચોરસા મળી આવ્યા હતા.હાલમાં વઘઇ રેંજનાં આર.એફ.ઓ ડી.કે.રબારીએ 10 નંગ ચોરસા જેનું ઘનમીટર 3.064 જેની અંદાજીત કિંમત 1,35,000 તથા આઈસર ટેમ્પોની કિંમત 3,50,000 મળી કુલ 4,85,000નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વઘઇ રેંજનાં આર.એફ.ઓ ડી.કે.રબારીએ આ આઈસર ટેમ્પો ક્યાંથી આવ્યો અને મુદ્દામાલ કયા સ્થળેથી ભરાયો તથા આઈસર ટેમ્પાનાં માલિકની સઘન શોધખોળ આરંભી હોવાનું જાણવા મળેલ છે..

Back to top button
error: Content is protected !!