KUTCHMUNDRA

મુન્દ્રાની આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં વિવિધ ડે ની ઉજવણી કરવામાં આવી

4-જાન્યુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

રમેશ મહેશ્વરી – કચ્છ

મુન્દ્રા કચ્છ :- અત્રેની આર. ડી. એજયુકેશન ટ્રસ્ટ સંચાલિત આર્ટસ એન્ડ કોમર્સ કૉલેજના પ્રિન્સિપાલ ડો. દીપકભાઈ ખરાડીના માર્ગદર્શન હેઠળ તા.૨૧/૧૨/૨૨ થી ૩૧/૧૨/૨૨ સુઘી વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ ડે ની ઉજવણી કરવામાં આવી હતી.ઉજવણીનો આરંભ ચોકલેટ ડે થી કરવામાં આવ્યો હતો. તેમજ સપ્તાહ દરમ્યાન વિદ્યાર્થીઓ દ્વારા સાડી અને કુર્તા ડે, ટ્રેડિશનલ ડે, બ્લેક એન્ડ વ્હાઈટ ડે, ગોગલ્સ ડે વગરે જેવા વિવિધ ડેની ઉજવણી કરવામાં આવી હતી. સપ્તાહના સમાપનમાં યોજવામાં આવેલ ક્લાસ ડેકોરેશન ડેમાં પ્રથમ ક્રમાંકે પ્રથમ વર્ષના આર્ટસના વિદ્યાર્થીઓ, દ્વિતીય ક્રમે બીજા વર્ષના કોમર્સના વિદ્યાર્થીઓ તેમજ તૃતીય ક્રમે બીજા વર્ષના આર્ટસના વિદ્યાર્થીઓ વિજેતા થતા સૌ પ્રાધ્યાપકોએ અભિનંદન પાઠવ્યા હતા. નિર્ણાયક તરીકે પ્રા. પ્રીતિબેન બળિયા અને પ્રા. ઝૈનબબેન ભીમાણીએ સેવા આપી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સંસ્કૃતિ સમિતિના અધ્યક્ક્ષા જ્યોતિકાબેન આહીર તેમજ પ્રા. અફસનાબેન, પ્રા. કાનજી સર, પ્રા. કોમલબા ચુડાસમાએ જહેમત ઉઠાવી હતી.

 

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!