વાત્સલ્યમ્ સમાચાર.
બ્યુરોચીફ :- બિમલભાઈ માંકડ-ભુજ, રમેશભાઈ મહેશ્વરી-ભુજ કચ્છ.
ઘર ઘર સર્વેલન્સ સાથે ઇન્ટરપર્સનલ કોમ્યુનીકેશન અંતર્ગત લોકોમાં મચ્છરની ઉત્પતિ અટકાવવાની પધ્ધતિઓની સમજ અપાશે.
ભુજ,તા-06 જૂન-૨૦૨૪ માસને મેલેરીયા વિરોધી માસ તરીકે ઉજવવામાં છે. તેનો હેતુ મેલેરીયાના અસરકારક નિયંત્રણ માટે જનજાગૃતિ કેળવી જન સમુદાયની સક્રીય ભાગીદારી મેળવવાનો છે. રાષ્ટ્રીય વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત મેલેરીયા માસ ઉજવવા નિયત પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.હાલમાં જાન્યુઆરીથી જૂન સુધીનો સમયગાળો સામાન્ય રીતે મેલેરીયા ટ્રાન્સમિશન માટે અનુકૂળ નથી. વર્ષાઋતુ દરમિયાન અને ત્યાર પછી જુલાઈ થી નવેમ્બર સુધીમાં મેલેરીયા રોગનો ફેલાવો વધુ થાય છે. ટ્રાન્સમિશન સીઝન પહેલા અને ખાસ કરીને જૂન માસ દરમિયાન ઝૂંબેશરૂપે લોકોમાં પૅરસાઇટ લોડનો સર્વેલન્સ કરી, નિદાન કેમ્પો તથા પૌરાનાશક કામગીરી ધનિષ્ટ કરી મચ્છર ઉત્પતિ સ્થાનોનો નાશ કરી તેને ન્યુનતમ કક્ષાએ લઇ જઇ ભવિષ્યમાં રોગચાળો/તાવ/મેલેરીયાના ઉપદ્રવની શક્યતા નિવારી શકાય છે.જૂન માસમાં ખાસ આયોજન ગોઠવવામાં આવ્યું છે. જેમાં મેલેરીયા ફેલાવાની શક્યતા વાળા ૨૭૪ ગામો તથા ૭ શહેરી વિસ્તારોમાં ૩૪૦ જેટલા નિદાન કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે સાથે આ ગામોમાં ગ્રામ્યકક્ષાના અધિકારીશ્રીઓ, પદાધિકારીઓ, કર્મચારીઓ તથા લોકઆગેવાનો સાથે સંકલન કરી શિબિરોમાં મચ્છરોનું જીવનચક્ર, મચ્છરના પોરા તથા પોરાભક્ષક માછલીઓનું જીવંત નિર્દેશનોનું આયોજન કરવામાં આવેલું છે. આરોગ્ય કર્મચારીઓ તથા આશાબહેનો દ્વારા ઘરો ઘર સર્વેલન્સ સાથે ઇન્ટરપર્સનલ કોમ્યુનીકેશન અંતર્ગત લોકોને મેલેરીયા રોગ વિશે તથા તેનાથી કેવી રીતે બચી શકાય અને મચ્છરની ઉત્પતિ અટકાવવાની પધ્ધતિઓની સમજ આપવામાં આવશે. વર્તમાનપત્રો, સ્થાનિક કેબલ નેટવર્ક, આકાશવાણી જેવા માધ્યમો દ્વારા પણ લોકો સુધી મેલેરીયા વિષયક સંદેશો પહોંચાડવામાં આવશે ઉજવણી દરમિયાન ખાસ કરીને નગરપાલિકાના સ્લમ વિસ્તારો, જિલ્લાના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારો, કન્સ્ટ્રક્શન સાઈટ, લેબર કોલોનીમા સર્વેલન્સ અને નિયંત્રણ પગલાઓ પર વધુ ભાર મુકવામાં આવ્યો છે.છેલ્લાં કેટલાક વર્ષોથી જુદા જુદા વિભાગો, પ્રાઇવેટ પ્રેકટીશનરો, પદાધિકારીશ્રીઓ, લોક આગેવાનો, સ્વૈચ્છીક સંસ્થાઓના સંકલન તથા લોકોની જાગૃતિ દ્વારા મેલેરીયાના કેસોમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે અને રાષ્ટ્રીય વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા મેલેરીયા એલીમિનેશનનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. તેવું મુખ્ય જિલ્લા આરોગ્યની અખબાર યાદીમાં જણાવાયું છે.