GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડમા સી.સી.ટી.વી. કેમેરા અને સ્ટ્રીટ લાઈટોનો અભાવ જોવા મળતા ખીસ્સા કાતરૂ બેફામ બન્યા.

તા.12/09/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરનું મુખ્ય બસ સ્ટેન્ડ ચાર મહીના પહેલા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા લોકોની સુવિધા માટે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું પરંતુ આ બસ સ્ટેન્ડ હાલની પરિસ્થિતિ મુજબ ઘણું ચર્ચામાં આવ્યું છે ત્યારે સુરેન્દ્રનગરનો જે બસ સ્ટેન્ડ મુખ્ય મથક ગણવામાં આવે છે તે સી.સી.ટી.વી કેમેરા લગાવવામાં આવ્યા નથી જેને લઇને પેસેન્જરોના ખીચા કપાતા હોય તેવા બનાવો બની રહ્યા છે આ ઉપરાંત બસ સ્ટેન્ડમાં તસ્કરો પણ બેફામ હોય તેવા કિસ્સા પણ સામે આવ્યા છે પેસેન્જરની વસ્તુ ચોરી થઈ જતી હોય તેવા પણ બનાવો બન્યા છે સીસીટીવી કેમેરા ન હોવાના કારણે બસ સ્ટેન્ડમાં ચાલતી ગેર પ્રવૃતિ કોણ કરી રહ્યું છે તેના ઉપર તંત્ર પણ નજર નથી રાખી શકતું ત્યારે બસ સ્ટેન્ડમાં લોકાર્પણ કરી નાખવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે ત્યારે આ મામલે રાજકોટ ડિવિઝનમાં પેસેન્જર દ્વારા રજૂઆત કરવામાં આવી છે ચાર મહિના પહેલા 8 કરોડના ખર્ચ કરી બનાવવામાં આવેલા ડેપોમાં છાપરા પણ 3 મહિનામાં તૂટી ગયા છે પેસેન્જરો તડકામાં બેસી બસની રાહ જોવા મજબૂર બન્યા છે ત્યારે સરેરાશ રોજ અનેક લોકોના ખીચા કપાતા હોય તેવી રજૂઆત ડેપો ઉપર બેઠેલા કર્મચારીઓને મળી રહી છે આ ઉપરાંત બસ સ્ટેન્ડમાં લગાવવામાં આવેલી 24 લાઈટો પૈકી માત્ર ત્રણ લાઈટો ચાલુ છે ત્યારે રાત્રિ દરમિયાન મહિલાઓ અને યુવતીઓ મુસાફરી કરવા માટે બસ સ્ટેન્ડમાં આવતી હોય છે તેમની સલામતી સામે પણ સવાલ ઊભા થઈ રહ્યા છે લોકાર્પણને માત્ર ચાર મહિના જેટલો સમય ગયો છે ત્યારે સુરેન્દ્રનગરનું બસ સ્ટેન્ડ અસુવિધા યુક્ત પેસેન્જર માટે સાબિત થયું છે આ અંગે રાજકોટ ડિવિઝનમાં રજૂઆત કરી અને તાત્કાલિક પણે સીસીટીવી કેમેરા નવા પતરાઓ તેમજ રાત્રી દરમિયાન બસ સ્ટેન્ડમાં સ્ટ્રીટ લાઈટની સુવિધાઓ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરવામાં આવે તેવી માંગણી કરાઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!