GUJARATSURENDRANAGARWADHAWAN

સુરેન્દ્રનગર જિલ્લાની વિવિધ શાળાઓમાં લખપતિ દીદી સેમિનાર યોજાયો.

તા.14/10/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ૨૩ વર્ષની સંકલ્પ સિદ્ધિની ગાથા જનજનમાં ઉજાગર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરમાં તા.૧૫ ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવશે વિકાસ સપ્તાહ દરમિયાન વધુને વધુ નાગરિકો સહભાગી થાય તેવા હેતુ સાથે વહીવટી તંત્રના સંકલનમાં રહીને વિવિધ કાર્યક્રમો રાજયભરમાં યોજાઈ રહ્યાં છે વિકાસ સપ્તાહ અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં વહિવટી તંત્રના માર્ગદર્શન હેઠળ દિવસોની ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં જિલ્લાની વિવિધ શાળાઓમાં ‘લખપતિ દીદી’ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બળોલ પ્રાથમિક શાળા ખાતે દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સભ્ય અને ‘લખપતિ દીદી’ એવા લીલાબેન ડાંગર, શિયાણી કન્યા શાળા ખાતે રામાપીર સ્વ સહાય જૂથના સભ્ય નિશાબેન ચૌહાણ, નાની કઠેચી પે.સેન્ટર શાળા ખાતે લખપતિ દીદી રંજુબેન જેજરીયા તેમજ જનશાળી પ્રાથમિક શાળા ખાતે લખપતિ દીદી પ્રવચનનું આયોજન કરાયું હતું આ પ્રવચન કાર્યક્રમમાં શાળાના બાળકોને “લખપતી દીદી” યોજના અંગે માહિતી આપવામાં આવી હતી શાળાની વિદ્યાર્થીઓમાં એક આત્મવિશ્વાસનો સંચાર થાય અને આ યોજના અંગે પોતાની માતા અને બહેનો તથા ઘર અને ગામની મહિલાઓને પણ આ અંગે જાગૃત કરે તે ઉદેશ્ય સાથે આ સેમિનાર જિલ્લાની જુદીજુદી શાળાઓમાં યોજાયો હતો.

Back to top button
error: Content is protected !!