GUJARATPANCHMAHALSHEHERA

પંચમહાલ પેરોલ-ફર્લો સ્કવોડે ૩ વર્ષથી નાસતા ફરતા અપહરણ કેસના આરોપીને ઓઢવ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો

 

પ્રતિનિધિ ગોધરા તા.03

 

નિલેશભાઈ દરજી શહેરા

 

છેલ્લા ત્રણ વર્ષથી કાંકણપુર પોલીસ સ્ટેશનના અપહરણના ગુનામાં નાસતા ફરતા આરોપી બચુભાઈ ચંદનભાઈ પરમારને અમદાવાદથી શોધી કાઢી, ભોગ બનનારને પણ સુરક્ષિત રીતે શોધી કાઢવામાં આવ્યા છે.

 

પેરોલ-ફર્લો સ્કવોડના પોલીસ સ્ટેશન ઇન્સપેક્ટર બી.એમ.રાઠોડ દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે સઘન કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે, પેરોલ-ફર્લો સ્કવોડના એ.એસ.આઈ. હાર્દિકકુમાર કાનાભાઈને ટેકનિકલ અને હ્યુમન સોર્સિસ દ્વારા ચોક્કસ બાતમી મળી હતી.

બાતમી અનુસાર, કાંકણપુર પોલીસ સ્ટેશનના વોન્ટેડ આરોપી બચુભાઈ ચંદનભાઈ પરમાર રહે. રતનપુર (કાં) પેટે ધોળી તા. ગોધરા જી. પંચમહાલ હાલ અમદાવાદમાં મજૂરી કામ કરતો હતો.આ ચોક્કસ બાતમીના આધારે પેરોલ-ફર્લો પોલીસ સ્ટાફના માણસોને તપાસ માટે અમદાવાદ મોકલવામાં આવ્યા હતા. ટીમે જી.આઈ.ડી.સી. ઓઢવ અમદાવાદ શહેર ખાતેથી આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી માટે તેને ભોગ બનનાર સહિત કાંકણપુર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

Back to top button
error: Content is protected !!