DAHODGUJARAT

સંજેલીના ચમારિયા ગામમાં ઘર આગળ આબાંનું વૃક્ષ ધરાશાયી થયું 

તા.૨૭.૦૮.૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Sanjeli:સંજેલીના ચમારિયા ગામમાં ઘર આગળ આબાંનું વૃક્ષ ધરાશાયી થયું

સમગ્ર રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે દાહોદ જિલ્લામાં પણ સખત વરસાદ વરસતા નદી, નાળા, કોતરો ભરાય ગયા છે. અનેક વિસ્તારો માં મકાનોમાં પાણી ભરાય ગયા છે અને અનેક જગ્યાએ કાચા મકાનો પડી ગયા છે ત્યારે સંજેલી તાલુકામાં આવેલ. ચમારિયા ગામના રહીશ હાલુભાઈ વીરસિંહ મકવાણાના ઘર આગળ આંબાનું વૃક્ષ ધરાશાયી થયું હતું. વૃક્ષ વધારે મોટું ન હોવાથી કોઈ જાનહાની થઈ ન હોતી સાથે સાથે પોતાના ઢોરો બાંધવા માટે જે કાચું મકાન બનાવેલ હતું તે પણ રાત્રીના સમયે પડી જતા પોતાના બે બળદ ફસાતા રાત્રે ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યા હતા અને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા.બળદ બહાર કાઢતી વખતે મકવાણા હાલુભાઈ મકવાણાને જમણા પગમાં ખીલી વાગી હતી પણ વધારે કોઈ નુકશાન થયું ન હતું.સખત વરસાદના લીધેઆંબાનું વૃક્ષ અને ઢોરો બાંધવાનું કાચું મકાન ધરાશાયી થયું હતું પણ સદનશીબે કોઈ જાનહાની થઇ ન હતી.

Back to top button
error: Content is protected !!