GUJARATKUTCHMANDAVI

મુન્દ્રા-બારોઇ નગરપાલિકા પાણી યોજનાનું લોકાર્પણ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- પુજા ઠક્કર, – રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.

મુન્દ્રા,તા-૧૨ માર્ચ : મુન્દ્રા-બારોઇ નગરપાલિકા વર્ષ ૨૦૨૦માં મુન્દ્રા ગ્રામ પંચાયત અને બારોઇ જૂથ ગ્રામ કચેરીને રૂપાંતરિત કરી મુન્દ્રા-બારોઇ નગરપાલિકા જાહેર કરવામાં આવેલ હતી. અગાઉ મુન્દ્રા-બારોઇ નગરપાલિકા વિસ્તારમાં મુન્દ્રા શહેર વિસ્તારમાં પાણી પુરવઠાનું નેટવર્ક તેમજ બારોઇ ગામ તળ વિસ્તારનું નેટવર્ક સંપૂર્ણ બોરના પાણી પર નિર્ભર હતું આ સિવાય વિસ્તારમાં આવેલ ૧૩૫ જેટલી સોસાયટી વિસ્તારમાં નગરપાલિકાનું નેટવર્ક ન હોઈ અને પાણીની કોઈ અન્ય વ્યવસ્થા ન હોવાને મકાન દીઠ પર્સનલ બોર કરી બોરનું ૨૦૦૦ થી ૨૨૦૦ TDS વાળું પાણી વાપરવું પડે છે જે તેમના સ્વાસ્થ્ય માટે ખુબ જોખમી હતું.મુન્દ્રા-બારોઇ નગરપાલિકા દ્વારા તમામ વિસ્તારમાં પાણી પુરવઠો સુવ્યવસ્થિત કરી શકાય તેમજ લોકોની સુખાકારીમાં વધારો કરી શકાય તે માટે મુન્દ્રા-બારોઇ નગરપાલિકા દ્વારા પાણી પુરવઠા યોજનાની કામગીરી માટે ડી.પી.આર. (ડીટેઇલ પ્રોજેક્ટ રીપોટ) તૈયાર કરી સરકારશ્રીમાં દરખાસ્ત કરવામાં આવેલ જે કામની સરકારશ્રી દ્વારા અમૃત ૨.૦ યોજના અન્વયે રકમ રૂ.૨૬.૫૨ કરોડની યોજનાની તાંત્રિક તેમજ વહીવટી મંજુરી ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ મિશન કચેરી દ્વારા આપવામાં આવેલ તેમજ ખાસ કિસ્સામાં આ યોજનાનું અમલીકરણ મુન્દ્રા-બારોઇ નગરપાલિકાને સોંપવામાં આવેલ.આ યોજનામાં ૧૦ લાખ લીટરનો રો-વોટર સંપ, ૨૦ લાખ લીટરનો ક્લીઅર વોટર સંપ, 11 MLD WTP તેમજ DI પાઈપ લાઈન અને PVC પાઈપ લાઈન અને હાઉસ કનેક્શનજેવી કામગીરીનો સમાવેશ કરવામાં આવેલ છે. નવા વિસ્તારમાં પાણી શરૂ કરવાનું રહેતું હોઈ તે માટે વોટર સોર્સની જરૂરિયાત માટે નગરપાલિકા દ્વારા ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રકચર કંપની (GWIL) ગાંધીનગરમાં દરખાસ્ત કરવામાં આવેલ, જે અન્વયે GWIL દ્વારા 5.00 MLD પાણીની મંજુરી આપવામાં આવેલ. જે કામગીરી માટે સરકારશ્રી તરફથી તમામ પ્રકારની મંજુરી મેળવી એજન્સીને તારીખ ૨૯/૦૯/૨૦૨૩ના રોજ આ કામગીરી માટે વર્ક ઓર્ડર ઇસ્યુ કરવામાં આવેલ હતો.જે અનુંસંધાને મુન્દ્રા-બારોઇ નગરપાલિકાની અમૃત ૨.૦ યોજના અન્વયે મંજુર થયેલ પાણી યોજનાનું તારીખ ૦૫/૦૩/૨૦૨૬ના રોજ લોકાર્પણ કાર્યક્રમ યોજાયેલ હતો.આ કાર્યક્રમમાં માન. અનિરુધભાઈ દવે (ધારાસભ્ય,૨-માંડવી) તેમજ રચનાબેન પ્રણવભાઈ જોષીના વરદહસ્તે લોકાર્પણ કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં નગરપાલિકાના ઉપપ્રમુખ જીતેન્દ્રભાઈ માલમ, કારોબારી ચેરમેનશ્રી ભોજરાજભાઈ ગઢવી, પૂર્વ પ્રમુખ કિશોરસિંહ પરમાર, પૂર્વ ઉપપ્રમુખ ચંદ્રિકાબેન પ્રકાશભાઈ પાટીદાર, પાણી પુરવઠા સમિતિના ચેરમેનશ્રી અલ્પાબા ધ્રુવરાજસિંહ ચુડાસમા, સતા પક્ષનેતાશ્રી ધર્મેન્દ્રસિંહ ઝાલા, દંડક દિલીપ ભાઈ ગોર તેમજ નગરપાલિકાના ચેરમેન ઓ સદસ્ય ઓ તેમજ નગરપાલિકા ચીફ ઓફિસર વૈભવભાઈ વ્યાસ, એન્જીનીયર હરીશભાઈ રાબડીયા, સુખદેવસિંહ જાડેજા, રાજેશભાઈ ગઢવી તેમજ અન્ય નગરપાલિકા કચરોનો સ્ટાફ હાજર રહેલ હતો.

 

Back to top button
error: Content is protected !!