GUJARATKUTCHMANDAVI

અદાણી ફાઉન્ડેશન દ્વારા દેશલપર ગામે વિદ્યાર્થીઓ માટે અત્યાધુનિક સ્માર્ટ ક્લાસરૂમનું લોકાર્પણ

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી,તા-૦૯ ડિસેમ્બર : અદાણી ફાઉન્ડેશન ગ્રામીણ ભારતના બાળકોના શૈક્ષણિક વિકાસ માટે સતત પ્રશંસનીય કાર્ય કરી રહ્યું છે. મુન્દ્રા તેમજ માંડવી તાલુકાની અનેક શાળાઓમાં માળખાગત સુધારા, શુદ્ધ પીવાનું પાણી, બેન્ચ-ડેસ્ક, સ્માર્ટ ક્લાસરૂમ, શિક્ષકોની તાલીમ તથા નવીન શૈક્ષણિક પદ્ધતિઓ દ્વારા ફાઉન્ડેશન હજારો ગ્રામીણ બાળકોના ઉજ્જવળ ભવિષ્યનો પાયો મજબૂત કરી રહ્યું છે.આ જ કડીમાં અદાણી ફાઉન્ડેશન અને મુન્દ્રા પેટ્રોકેમ લિમિટેડના સહયોગથી દેશલપર ગામે માહેશ્વરી સમાજ દ્વારા સંચાલિત ટ્યુશન ક્લાસ માટે અત્યાધુનિક સ્માર્ટ ક્લાસરૂમની ભેટ આપવામાં આવી છે. આ સુવિધાથી આર્થિક રીતે નબળા તેમજ કૌશલ્ય વિકાસની જરૂરિયાત ધરાવતા વિદ્યાર્થીઓને શાળા પછીના સમયમાં પણ ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહેશે.આ સ્માર્ટ ક્લાસરૂમમાં ઓડિયો-વિઝ્યુઅલ સુવિધા, ઈન્ટરનેટ કનેક્ટિવિટી, ડિજિટલ કન્ટેન્ટ તથા ઓનલાઈન તાલીમની સગવડ ઉપલબ્ધ થઇ શકે છે, જેનાથી વિદ્યાર્થીઓને ભાષાકીય, ગાણિતિક તેમજ સ્કિલ આધારિત શિક્ષણ સરળતાથી મળી રહેશે. અત્રે આ કાર્યક્રમમાં અદાણી ફાઉન્ડેશન મુન્દ્રા સીએસઆર, હેડ શ્રી કિશોરભાઈ ચાવડા, દેશલપર ગામના ઉપસરપંચશ્રી, માહેશ્વરી સમાજના અગ્રણીઓ તથા વિદ્યાર્થીઓ, ગ્રામજનોની ઉપસ્થિતિમાં આ સ્માર્ટ ક્લાસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.અહીં કિશોરભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે,“AI અને ડિજિટલ યુગમાં આવનારી પેઢીને તૈયાર કરવા માટે આવી અત્યાધુનિક સુવિધાઓ અત્યંત જરૂરી છે. અમે ઈચ્છીએ છીએ કે દરેક વિદ્યાર્થી આ સુવિધાનો મહત્તમ લાભ લઈને આગળ વધે અને આખું ગામ શૈક્ષણિક રીતે સશક્ત બને. દરેક બાળક આજનો વિદ્યાર્થી અને આવતીકાલનો જવાબદાર નાગરિક તરીકે મજબૂત આધારસ્તંભ બની રહે, એ જ અમારી શુભેચ્છા છે. અદાણી ફાઉન્ડેશન અને મુન્દ્રા પેટ્રોકેમ લિમિટેડ દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણના ક્ષેત્રે સતત આપવામાં આવતું આ યોગદાન એક ઉમદા ઉદાહરણ છે,

Back to top button
error: Content is protected !!