વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ગિરિમથક સાપુતારા ખાતે રેંજ આઈજીપી પ્રેમવીર સિંઘ અને ડાંગ જિલ્લા પોલીસ વડા યશપાલ જગાણિયાનાં અધ્યક્ષ સ્થાને લોક સંવાદ અને પ્રવાસી મિત્ર હેલ્પ ડેસ્ક સેન્ટરનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો..
પ્રાપ્ત વિગતો અનુસાર સુરત રેંજનાં આઈજીપી પ્રેમવીરસિંઘ અને જિલ્લા પોલીસ વડા યશપાલ જગાણિયાનાં અધ્યક્ષ સ્થાને સાપુતારા સાંદિપની સ્કૂલ ખાતે લોક સંવાદ કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં સાપુતારા ખાતે પ્રવાસન ઉદ્યોગને લગતા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી.સાપુતારા નવાગામ વાસીઓ,લારીગલ્લા ધારકો સહિત હોટલ એસોસિએશનનાં સેક્રેટરી તુકારામભાઈ કરડીલે, સહિત આગેવાનોએ સાયબર ફ્રોડ સહિતના ગુનાઓ અંગે પોલીસ સતર્ક બને તેમજ હોટેલિયરો ભોગ ન બને તે માટે તકેદારીના પગલા ભરવા રજુઆત કરવામાં આવી હતી.જેમાં સાપુતારા નવાગામનાં આગેવાન રામચદ્રભાઈ હડસે સાપુતારાનાં પી.આઈ.નિખિલભાઈ ભોયા તથા પોલીસકર્મીઓની કામગીરીને બિરદાવી હતી.તેમજ જ્યારથી સાપુતારા પોલીસ મથકમાં પી.આઈ. તરીકે એન.ઝેડ.ભોયાએ કાર્યભાર સંભાળતા ત્યારથી પોલીસ પ્રજાનો મિત્ર હોવાનું સાપુતારા પોલીસની કામગીરીથી સાર્થક થયુ હોવાનું જણાવ્યુ હતુ.આ સાથે સાપુતારા ઘાટ માર્ગમાં થતા અવારનવાર અકસ્માતો અંગે ચર્ચા કરી હોટેલ એસોસિએશન દ્વારા સરકાર લેવલે ક્રેઇનની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરી હતી.આ પ્રસંગે આઈ.જી.પી.પ્રેમવીર સિંઘ એ જણાવ્યુ હતુ કે સાપુતારા દેશ દુનિયાના નકશામાં એક વિશેષ ગિરિમથક તરીકે ઓળખવામાં આવે છે, અહીં આવતા પ્રવાસીઓને સુરક્ષા સાથે યોગ્ય માર્ગદર્શન મળી રહે તે પોલીસ વિભાગની પ્રાથમિકતા છે.અહીં પોલીસમિત્ર હેલ્પ ડેસ્ક પર સાપુતારા સહિત ડાંગનાં દર્શનીય સ્થળોની માહિતી ઉપલબ્ધ કરવામાં આવી છે, ઉપરાંત પ્રવાસીઓને કોઈ વાંધાજનક પ્રશ્ન હોય તો અહીં સ્વાગત સર્કલ પાસેના ચોકી પર તે નોંધાવી શકશે, તેમજ અહીં ફરિયાદ પેટી પણ મુકવામાં આવશે જેમાં પ્રવાસી પોતાનો ફોન નંબર સાથે પોતાની ફરિયાદ કે સજેશન લખી નાખી શકે ,અને ત્યારબાદ પોલિસ દ્વારા તેનો યોગ્ય નિકાલ કરવાની પહેલ કરશે.આ કાર્યક્રમમાં આભાર વિધિમાં ડી.વાય.એસ.પી એસ.જી.પાટીલે આટોપી હતી,જ્યારે કાર્યક્રમને સફળ બનાવવા સાપુતારા પોલીસ મથકનાં પી.આઈ. એન. ઝેડ.ભોયા સહિત સ્ટાફે જહેમત ઉઠાવી હતી.