GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

એલસીબી પોલીસ અને કાલોલ પોલીસે મધવાસ ગામના એક ગોડાઉનમાંથી વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો.

 

તારીખ ૧૮/૦૮/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

ગુજરાતમાં દારૂબંધી નાં નિયમોની વચ્ચે કાલોલ તાલુકાના મધવાસ ગામે એક ગોડાઉનમાંથી વિદેશી દારૂનો વિપુલ પ્રમાણમાં જથ્થો એલસીબી પોલીસ ગોધરા અને કાલોલ પોલીસ હાથે ઝડપાયો.કાલોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ ની વિગત જોતા કાલોલ પોલીસ સ્ટેશનના પીઆઈ આરડી ભરવાડ સાથે ગોધરા એલસીબી પોલીસ અને કાલોલ પોલીસ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે ખાનગી રાહે બાતમી હકીકત મળેલ છે કે મધવાસ ગામે માધવપાર્ક કોમ્પ્લેક્ષમાં આવેલ ૩ નંબરના ગોડાઉનમાં અને ગોડાઉનની દેખરેખ રાખનાર ગણેશભાઇ પુજાભાઇ વણકર તથા ગોડાઉન ભાડે રાખનાર એક રાજસ્થાની માણસ જેનુ નામઠામ ખબર નથી તેઓ સાથે મળી ગોડાઉનમાં ભારતીય બનાવટનો વિદેશી દારુનો મોટા પ્રમાણમાં જથ્થો રાખી દારુની હેરફેર કરે છે અને દેખરેખ રાખનાર ગણેશભાઇ વણકર હાલ ગોડાઉનની બહાર બેઠેલો છે તેવી બાતમીના આધારે કાલોલ પોલીસ સ્ટેશનના પીઆઈ આરડી ભરવાડ એલસીબી પોલીસ અને કાલોલ પોલીસ સ્ટાફના માણસો સાથે ઉપરોક્ત બાતમી વાળી જગ્યાએ રેડ કરતા કાલોલ તાલુકાના મધવાસ ગામે માધવપાર્ક કોમ્પ્લેક્ષમાં આવેલ ૩ નંબરના ગોડાઉનને જોતા શટર બંધ હાલતમાં છે અને શટરની બન્ને બાજુએ તાળા મારેલ છે. ગોડાઉન આગળ ઇસમ ઉભેલ તેને બોલાવી ગોડાઉન બાબતે પુછતા તેણે જણાવેલ કે ગોડાઉનની દેખરેખ તથા ભાડે આપવુ તથા ભાડુ વસુલવાનુ કામ તે પોતે છેલ્લા ચારેક વર્ષથી કરેછે તેવું જાણવામાં આવ્યું જેથી તેઓનુ નામ પુછતા તેણે પોતાનુ નામ પંચો રુબરુ ગણેશભાઇ પુજાભાઇ વણકર હોવાનુ જણાવેલ અને ગોડાઉનના માલીક મહીને દસ હજાર રુપિયા દેખરેખ રાખવા માટે પગાર આપે છે.જેથી આ ગોડાઉનને ખોલવા માટે જણાવતા તેણે જણાવેલ કે આ ગોડાઉન રાજસ્થાનના એક માણસને છેલ્લા ચાર પાચ મહીનાથી મહીને પાંચ હજાર રૂપીયા ભાડા લેખે આપેલ છે.અને ચાવી તેની પાસે રહે છે મારી પાસે નથી અને તેનુ નામની ખબર નથી પરંતુ તેનો મોબાઇલ નંબર ૯૨૧૬૫૭૫૭૨૯ નો છે.જેથી આ નંબર ઉપર ફોન કરી ચાવી મંગાવવા બાબતે ફોન કરાવતા ફોન સ્વીચ ઓફ બતાવતો હોય જેથી શટરનુ તાળુ તોડવા માટે પોલીસે બન્ને તાળાને કટર વડે કાપીને ગોડાઉન ખોલી અંદર પ્રવેશ કરતા ગોડાઉનમાં અંધારુ હોય જેથી બેટરીઓના અજવાળે જોતા ગોડાઉનની અંદર નાના મોટા ખાખી કલરનાં પુઠ્ઠાના બોકસ થપ્પીઓ મારી ગોઠવેલ હતા જે પુઠ્ઠાના બોકસ પંચો રુબરુ ખોલી જોતા અંદર આવેલ ગોડાઉનમાં ખાત્રી કરતા નીચે મુજબનો પ્રોહી મુદ્દામાલ મળી આવેલ ફુલ ભરેલ કવાટરીયા તથા બીયર ટીન મળી કુલનંગ-૭૮૬૪ કી.રૂ.૭,૧૦,૭૬૦/નો મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી કાલોલ પોલીસ ઉપરોકત આરોપીઓ વિરૂધ્ધમાં કાલોલ પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલો એક આરોપી સહિત અન્ય સંડોવાયેલા લોકો સામે પ્રોહીબીશન એક્ટની જુદીજુદી કલમો હેઠળ ગુનો રજીસ્ટર કરી આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!