CHHOTA UDAIPURNASAVADI

નસવાડી તાલુકાના કંડવા ગામે 10 માં તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

મૂકેશ પરમાર નસવાડી

નસવાડી તાલુકો આદિવાસી વસ્તી ધરાવતો તાલુકો છે અને ગરીબીનું પ્રમાણ પણ વધારે છે જ્યારે આદિવાસી વિસ્તારમાં ગરીબ લોકો માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલમાં મૂકી છે આ યોજનાનો લાભ લેવા માટે તાલુકા મથક ઉપર આવવું પડતું હતું અને તાલુકાની મુખ્ય કચેરી ઉપર ધરમ ધક્કા ખાવા પડતા હતા જેને લઇને સરકાર દ્વારા ગામડાઓની જૂથ બનાવીને સેવા સેતુ કાર્યક્રમ ગામડામાં રાખવામાં આવે છે 10 માં તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ કંડવા ગામે પ્રાથમિક શાળામાં રાખવામાં આવ્યો હતો જેમાં 50 થી વધુ ગામના લોકો હાજર રહ્યા હતા અને વિવિધ વિભાગોના અધિકારીઓ પણ પહોંચ્યા હતા જેમાં અનેક સમસ્યાઓ જેવી કે રેશનકાર્ડ માં નામ સુધારો, ચૂંટણી કાર્ડ માં નામ સુધારવું,વિધવા સહાય,જાતિ પ્રમાણ પત્ર, રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના,જેવા પ્રશ્નોનો નિકાલ સ્થળ નિકાલ કરાયો હતો.

 

Back to top button
error: Content is protected !!