LCB પોલીસે રામનાથ ગામના તળાવ નજીક રોડ ઉપર ત્રણ લાખ ઉપરાંતના વિદેશી દારૂ ભરેલ ટેમ્પો ઝડપી પાડયો.

તારીખ ૧૬/૧૦/૨૦૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
જીલ્લામાં દારૂની અસામાજિક પ્રવૃતિ ને નેસ્તનાબૂદ કરવાની ઉચ્ચ પોલીસ અધિકારીઓ એ આપેલ સુચના અન્વયે આર.એન.પટેલ પો.સ.ઈ. એલ.સી.બી. ગોધરા નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, અરવિદભાઈ ચન્દુભાઈ રાઠોડ તથા તેનો પુત્ર વિષ્ણુભાઈ અરવિંદભાઈ રાઠોડ બન્ને રહે.ગોવિંદપુરી તા.હાલોલ નાઓ એક સફેદ કલરની અશોક લેલેન્ડ ડાલુ નંબર જી.જે.૧૭ યુ.યુ.૬૬૧૩ માં વિદેશી દારૂનો જથ્થો ભઇ લઇને અંતરીયાળ રસ્તે થઇ દેલોલ ગામ તરફ આવવા નીકળેલ છે તેવી મળેલ બાતમી આધારે એલ.સી.બી. સ્ટાફના માણસો સાથે સોમવારે મોડી રાત્રે કાલોલ તાલુકાના રામનાથ ગામે આવેલ તળાવ નજીક આવેલ રોડ નાકાબંધી કરી બાતમી મુજબનું વાહન આવતા પોલીસને જોઈને તેમાં બેસેલા બે ઈસમો નાસવા લાગેલા જેઓ અંધારાનો લાભ લઈને નાસી ગયા હતા અશોક લેલેન્ડ ડાલા નંબર જી.જે.૧૭ યુ.યુ.૬૬૧૩ ને પકડી પાડી ડાલામાં બેટરીના અજવાળે તપાસ કરતા ખાખી પૂઠા ની વિદેશી દારૂની પેટીઓ જોવા મળી હતી જે કાલોલ પોલીસ મથકે લાવી તપાસ કરી ગણતરી કરતા નીચે મુજબનો પ્રોહી મુદ્દામાલ મળી આવેલ.બીયર ટીન મળી કુલ નંગ-૨૩૬૯ કી.રૂ ૩,૨૭,૦૬૫/- નો અને અશોક લેલેન્ડ ડાલુ જેની કિંમત ત્રણ લાખ સહિત ૬,૨૭,૦૬૫ મુદ્દામાલ સાથે નાસી છૂટેલા આરોપીઓ (૧) અરવિદભાઇ ચન્દુભાઈ રાઠોડ રહે.ગોવિંદપુરી તા.હાલોલ (ર) વિષ્ણુભાઇ અરવિંદભાઈ રાઠોડ રહે.ગોવિંદપુરી તાલુકા હાલોલ વિરુધ્ધ માં કાયદેસરની કાર્યવાહી કરી કાલોલ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એકટની જુદી જુદી કલમો હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે.





