LCB પોલીસે ટાટા એસીઈ ગાડીમાં ફરાસખાનાના સામાનની આડમાં ભરેલ 5 લાખ 71 હજાર ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો.

તારીખ ૦૩/૦૨/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
જીલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ જિલ્લામાં દારૂની અસામાજીક પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા માટે જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ તે સુચના અને માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના અધિકારી તથા કર્મચારીઓને પ્રોહીબીશનની હેરાફેરી કરતા ઇસમો ઉપર વોચ રાખી રેઈડો કરવા સુચના કરેલ.જે સુચના મુજબ ગોધરા એલ.સી.બી. પો.સ.ઈ.આર.એન.પટેલ ને બાતમીદારથી માહીતી મળેલ કે, ઘોઘંબા તાલુકાના રવેરી ગામે ઉભા ફળીયામાં આવેલ સરકારી ખુલ્લી જગ્યામાં એક ટાટા એસીઈ ગાડી નંબર GJ-01-DT-4874 માં ફરાસખાનાના સામાનની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મુકેશ ઉર્ફે મુકો રમેશભાઈ પટેલ મુળ રહેવાસી ગોધરા તાલુકાના વણાંકપુર ગામનો અને હાલ રહેવાસી કાલોલ તાલુકાના વેજલપુર બસ સ્ટેશનની સામે તે ભરી લાવી વિદેશી દારૂનો જથ્થો સગેવગે કરવા મુકી રાખેલ છે. તેવી મળેલ ચોક્કસ બાતમી આધારે એલ.સી.બી.સ્ટાફના માણસો સાથે રવેરી ગામે બાતમીવાળી જગ્યાએ તપાસ કરતા ટાટા એસીઇ ગાડી નંબર GJ-01-DT-4874 ની મળી આવતા ગાડીમાં તપાસ કરતા ફરાસખાનાના સામાનની આડમાં સંતાડેલ નીચે મુજબનો પ્રોહી મુદ્દામાલ મળી આવેલ છે જેમાં વિદેશી દારૂના કવાટરીયા તથા બિયર ટીન મળી કુલ નંગ-૨૪૫૬ કિ.રૂ.૫,૭૧,૮૫૬/- તથા ટાટા એસીઈ ગાડી કિ.રૂ.૨,૦૦,૦૦૦/- તથા ફરાસખાનાનો સામાન મળી કુલ કિ.રૂ.૭,૮૦,૪૫૬/- નો મુદ્દામાલ પંચમહાલ ગોધરા લોકલ ક્રાઈમ બ્રાન્ચે કબજે કર્યો હતો.







