GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
LCB પોલીસે રોયણ ગામ પાસે કારમાં લઈ જવા તો વિદેશી દારૂનો જથ્થો સહિત ત્રણ લાખ ઉપરાંતનો મુદામાલ ઝડપ્યો

તારીખ ૦૪/૦૭/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
મંગળવાર ના રોજ એલસીબી પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલીંગ મા હતો ત્યારે તેઓને બાતમી મળી હતી કે સફેદ કલરની નંબર વગરની હુંડાઈ આઈ ૨૦ કાર મા વિદેશી દારૂનો જથ્થો લઈને એક ઇસમ વેજલપુર થી ચલાલી ગામ તરફ જાય છે જે પોલીસે ચલાલી ગામ પાસે નાકાબંધી કરી હતી બાતમી મુજબની ગાડી આવતા પોલીસને જોઈને કારનો ચાલક પોતાનું વાહન રોયણ ગામ તરફ જવાના રસ્તે મૂકીને ભાગી ગયો હતો.પોલિસે કારમા તપાસ કરતા ડિકી મા થી વિદેશી દારૂ ભરેલ ખાખી પુઠા ની ચાર પેટી મળી આવેલ જેની ગણતરી કરતા ૧૮૦ મી.લી ના વિદેશી દારૂ ભરેલ ૧૯૨ કવાટર મળી આવેલ જેની કિંમત રૂ ૧૪,૦૧૬/ કારની કિંમત રૂ ૩,૦૦,૦૦૦/ કુલ મળીને રૂ ૩,૧૪,૦૧૬/ નો મુદ્દામાલ કબજે કરી ભાગી ગયેલ કાર ચાલક સામે વેજલપુર પોલીસ મથકે ગુનો દાખલ કરેલ.





