
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
ભુજ,તા-૧૮ ડિસેમ્બર : ભુજ ના પધ્ધર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એલસીબી પોલીસ પેટ્રોલીગમાં હતા. તે દરમ્યાન એલસીબી ના કર્મચારીઓને બાતમી હકીકત મળેલ કે, મોટા બાંધા ગામની સીમમાં આવેલ લાઇમસ્ટોનની લીઝમાં ખનન ચાલુ છે અને તે લીઝની બહાર ખોદકામ થયેલ હોવાની બાતમી મળેલ જે બાતમી હકીકત આધારે તપાસ કરતા લીઝના બહારના ભાગે બે એસ ટ્રક મળી આવેલ જેના રજીસ્ટ્રશન નંબર (૧) GJ 13 V 3754 તથા (૨) GJ 18 U 6384 વાળામાં લાઇમસ્ટોન(બેલા) ભરેલ મળી આવેલ જેની રોયલ્ટી લીઝ ધારક પાસે હાજર ન હોય જેથી સદર લીઝની માપણી માટે ખાણ ખનીજ અને ભુસ્ત્ર શાસ્ત્રીની કચેરીનો સંપર્ક કરી સ્થાનિક જગ્યાએ બોલાવી સદર લીઝની માપણી કરાવી આગળની કાયદેસરની કાર્યવાહી ખાણ ખનીજ અને ભુસ્ત્ર શાસ્ત્રી દ્વારા કરવામાં આવેલ તેમજ ઉપરોક્ત નંબર વાળા બન્ને ટ્રકો સ્થાનિકે સીઝ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ.
કબ્જે કરેલ મુદ્દામાલ-લાઇમસ્ટોન(બેલા) ભરેલ ટ્રક રજીસ્ટ્રશન નંબર GJ 13 V 3754,- લાઇમસ્ટોન(બેલા) ભરેલ ટ્રક રજીસ્ટ્રશન નંબર GJ 18 U 6384



