ડેડીયાપાડા માજી સરપંચ ઘેમલસિંહ વસાવા સહીત આગેવાનો આપ માં જોડાયા
તાહિર મેમણ – ડેડીયાપાડા – ગતરોજ અમદાવાદ ખાતે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ગુજરાત જોડો સદસ્યતા અભિયાનની જાહેરાત પણ કરી અને હવે આગામી સમયમાં વધુમાં વધુ લોકોને આમ આદમી પાર્ટીમાં જોડવામાં આવશે. માજી સરપંચ ઘેમલસિંહ વસાવા સહીત આગેવાનો રાષ્ટ્રીય સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલ, પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને ધારાસભ્ય ચૈતર વસાવા ની આગેવાનીમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. અરવિંદ કેજરીવાલ, ઈસુદાન ગઢવી અને ધારાસભ્ય ચૈતર વસાવા એ ખેસ પહેરાવીને ઘેમલસિંહ વસાવા સહિત ઘણા આગેવાનોનું AAPમાં સ્વાગત કર્યું હતું.
આજના સમયમાં ભાજપ સરકારની જનવિરોધી નીતિઓ અને કોંગ્રેસની નિષ્ક્રિયતા જોઈને લોકોમાં નિરાશા ફેલાઈ છે. લોકો હવે એવી પાર્ટી શોધી રહ્યા છે જે ખરેખર તેમના માટે કામ કરે અને દેશ-ગુજરાતને આગળ વધારવાની તાકાત રાખે. લોકોનો એ વિશ્વાસ આમ આદમી પાર્ટી ઉપર મજબૂત બની રહ્યો છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કોઈ પણ તફાવત રહ્યો નથી. બંને પક્ષો માત્ર ભ્રષ્ટાચારમાં મગ્ન છે, પરંતુ સામાન્ય માણસની સમસ્યાઓ ઉકેલવામાં બંને નિષ્ફળ સાબિત થયા છે. બીજી તરફ આમ આદમી પાર્ટી દ્વારા જે રીતે દિલ્હી અને પંજાબમાં સરકારી શાળાઓ, હોસ્પિટલો અને જનહિતના કામો થયા છે તે જોઈને લોકો આમ આદમી પાર્ટી માં જોડાય રહ્યા છે. ભાજપ ની નારાજ થઈ અને આમ આદમી પાર્ટી ની કામ ની રાજનીતિ ને પસંદ કરી ઘેમલસિંહ વસાવા સહિત ઘણા આગેવાનોએ આમ આદમી પાર્ટીમાં જોડાવાનો નિર્ણય કર્યો છે.