SURENDRANAGARWADHAWAN

પીએમ કિસાન યોજનાનો ૧૫મો હપ્તો અને ૧૬મો હપ્તો મેળવવા તમામ લાભાર્થીઓએ E-KYC ફરજીયાત કરાવી લેવાનું રહેશે.

ભારત સરકાર દ્વારા તા.૨૧ ફેબ્રુઆરી સુધી કોમન સર્વિસ સેન્ટર મારફતે રાષ્ટ્રીય વ્યાપી ઈ-કેવાયસી ઝુંબેશ

તા.15/02/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
પીએમ કિસાન યોજના હેઠળ ભારત સરકાર દ્વારા ૧૫મા હપ્તાથી ઈ-કેવાયસી ફરજીયાત કરવામાં આવ્યું છે જે લાભાર્થીઓને ૧૫મો હપ્તો ન મળ્યો હોય તો ૧૫મો હપ્તો અને આગામી ૧૬મો હપ્તો મેળવવા માટે તમામ લાભાર્થીઓએ ઈ-કેવાયસી ફરજીયાત કરાવી લેવાનું રહેશે ભારત સરકાર દ્વારા તા.૧૨ થી ૨૧ ફેબ્રુઆરી ૨૦૨૪ દરમિયાન કોમન સર્વિસ સેન્ટર મારફતે ૧૦ દિવસીય રાષ્ટ્રીય વ્યાપી ઈ-કેવાયસી માટેની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે જેનું ઈ-કેવાયસી બાકી છે તેવા તમામ લાભાર્થીઓએ ગ્રામ્ય કક્ષાએ નજીકના કોમન સર્વિસ સેન્ટર ખાતે ઉપસ્થિત રહી બાયોમેટ્રિક ઓથેન્ટી ફિકેશન દ્વારા ઈ-કેવાયસી કરાવી લેવાનું રહેશે આ ઉપરાંત અન્ય પદ્ધતિ દ્વારા પણ ઈ-કેવાયસી પૂર્ણ કરી શકાય છે ગ્રામ્ય કક્ષાએ ગ્રામસેવક તાલુકા કક્ષાએ તાલુકા વિસ્તરણ અધિકારી જિલ્લા કક્ષાએ જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી ખાતે રૂબરૂ ઉપસ્થિત રહી ફેસ ઓથેન્ટીકેશન દ્વારા ઈ-કેવાયસી કરાવી શકાશે ગ્રામ્ય કક્ષાએ કોઈપણ યુવાન દ્વારા પીએમ કિસાન મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરી પીએમ કિસાનના લાભાર્થીના આધાર ઓટીપીના ઉપયોગથી લોગીન કરી અન્ય ૧૦ લાભાર્થીઓનું ફેસ ઓથેન્ટીકેશન ઈ-કેવાયસી થઈ શકે છે જે લાભાર્થીઓનો આધાર સાથે મોબાઈલ નંબર લીંક હોય તેવા લાભાર્થીઓ આધાર ઓટીપી દ્વારા ઘરે બેઠા સરળતાથી જ જાતે ઈ-કેવાયસી કરી શકે છે એમ વધુમાં યાદીમાં જણાવ્યું છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!