વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
વલસાડ:તા. ૧૫ એપ્રિલ –વાપીના વટાર ખાતે કલારીયા રોડ ઉપર જેટકો સબ સ્ટેશનની સામે આવેલી આઈટીઆઈમાં તા.૧૬ એપ્રિલ ૨૦૨૫ના રોજ જિલ્લા કક્ષાનો સ્કીલ એક્ઝિબીશન કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેથી આ આઈટીઆઈમાં ચાલી રહેલી લર્નિંગ લાઈસન્સનની કામગીરી તા. ૧૬ એપ્રિલના રોજ એક દિવસ પુરતી સ્થગિત (બંધ) રાખવામાં આવશે જેની જાહેર જનતાને નોંધ લેવા ઔદ્યોગિક તાલીમ સંસ્થાના આચાર્યએ અખબારી યાદીમાં જણાવ્યુ છે.