GUJARATSURENDRANAGARWADHAWAN

સુરેન્દ્રનગર જિલ્લામાં પરવાના રીન્યુ ન કરાવનાર 180 શાહુકારોના પરવાના રદ કરવામાં આવ્યાં.

તા.16/07/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં લાઈસન્સ ધરાવતા શાહુકારોને જિલ્લા શાહુકારોના નિબંધક અને અધિકારી દ્વારા પરવાના આપવામાં આવે છે તેમાંથી 182 શાહુકારના લાઈસન્સની મુદત તા.31-3-2022ના રોજ પૂરી થઇ છે તેમ છતાં આ શાહુકારોએ પોતાના લાઈસન્સ રિન્યૂ કરાવ્યા ન હતા આ બાબતે અનેકવાર નોટિસો પાઠવવામાં આવી હતી ત્યારે તેના માટે 15 દિવસનો સમય પણ ફાળવવામાં આવ્યો હતો અને શાહુકારોને ઓડિટ રિપોર્ટ સાથે જવાબ આપવા જણાવાયું હતું પરંતુ લાઈસન્સ રિન્યૂ ન કરાવતા 180 લાઈસન્સ ધારકોના પરવાના રદ કરાયા છે જેમાં સૌથી વધુ વઢવાણ તાલુકાના છે રાજ્યમાં વ્યાજ વટાવના દૂષણમાં અનેક લોકો ફસાય છે ત્યારે જિલ્લામાં પણ વ્યાજના વિષ ચક્રમાં ફસાઇ અનેક પરિવારોના જીવન ખરાબ થવા અને લોકોના આત્મહત્યા કરવા સુધીના બનાવો સામે આવતા હોય છે ત્યારે આવા વ્યાજ વટાવમાં ફસાતા લોકોને બચાવવા રાજ્ય સરકારે નાણા ધિરધાર અંગે કાયદો બનાવ્યો છે.

Back to top button
error: Content is protected !!