કાલોલ નગરપાલિકા દ્વારા નગરમાં લગાવેલા વીજળીના થાંભલા ઉપર લાઈટો દિવસે ચાલુ અને રાત્રે બંધ..!!!

તારીખ ૦૬/૦૨/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ નગરમાં આવેલ વીજળીના થાંભલા ઉપર નગરમાં પાલિકા દ્વારા વીજ પોલ ઉપર જે લાઈટો લગાડવામાં આવી છે આ લાઈટો દિવસે ચાલુ અને રાત્રે બંધ જોવા મળે છે.! વોર્ડ નંબર 2 માં છેલ્લા દસ દિવસથી આ એરિયાના મુખ્ય માર્ગો ઉપર રાત્રિના સમયથી સવાર સુધી અંધારપટ છવાયેલો રહે છે આ એરિયામાં સવારે મોર્નિંગ વોક કરવાવાળા ની સંખ્યા પણ વધુ છે અને સવારથી જ નોકરિયાત વર્ગ સવારે ઊઠી પોતાના નોકરી અને ધંધા પર જવા નીકળવાના હોય છે પણ આ જ અરસામાં આ એરિયામાં ઘોર અંધારપટ છવાયેલું રહે છે આ વિસ્તારમાં સવારના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ ટ્યુશન ક્લાસ ભરવા માટે જતા હોય છે છેલ્લા દસ દિવસથી આ વિસ્તારમાં લાઈટો રાત્રે બંધ રહેવાથી ચોરીના બનાવો લઈ સ્થાનિક લોકોએ ચિંતા વ્યક્ત કરી છે ત્યારે કાલોલ નગરપાલિકા દ્વારા જે એજન્સીને લાઈટ નો કોન્ટ્રાક આપેલો છે તેમને સત્વરે જાણ કરી આ એરિયાની લાઈટો છેલ્લા દશેક દિવસથી બંધ છે તે ચાલુ કરાવવા આ એરિયાના જાગૃત નાગરિકોની ઉગ્ર માંગ છે સવારે વિદ્યાર્થીનીઓ ટ્યુશન ક્લાસ માં અભ્યાસ માટે જાય છે આ વિદ્યાર્થીઓને અંધારપટ હોવાથી ખૂબ જ ભય લાગી રહ્યો છે અને વાહન ચાલકો ને પણ અકસ્માત નો મોટો ભય રહે છે કાલોલ નગરપાલિકા તંત્ર આ લાઈટો સત્વરે ચાલુ કરે એવી લોકોની ઉગ્ર માંગ છે એક બાજુ રાત્રે લાઇટો બંધ રહે છે અને દિવસે લાઈટો ચાલુ રહે છે ખૂબ જ ઘોર બેદરકારી આ લાઈટ તંત્રની દેખાઈ આવે છે તો સત્વરે બંધ લાઈટો ચાલુ થાય અને દિવસની લાઈટો બંધ રહે તેવું નાગરિકો ઈચ્છી રહ્યા છે દિવસે લાઈટો ચાલુ રહેતા નગરપાલિકાનું લાઈટ બિલ પણ વધારે આવવાની શક્યતા છે જેનો બોજો આખરે કાલોલ ની જનતા પર પડે છે.










