મદન વૈષ્ણવનવસારી જિલ્લામાં નવસારી મહાનગરપાલિકા, ગણદેવી નગરપાલિકા તેમજ જિલ્લાપંચાયત/તાલુકા પંચાયત સામાન્ય ચૂંટણીનું મતદાન તા.૨૬/૦૪/૨૦૨૬ અને મતગણતરી તા.૨૮/૦૪/૨૦૨૬ ના રોજ થનાર છે. જેને અનુલક્ષીને અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ યોગરાજસિંહ બી. ઝાલાએ મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા મહાનગરપાલિકા/નગરપાલિકાતેમજ જિલ્લાપંચાયત/તાલુકા પંચાયત સામાન્ય ચૂંટણીના સમગ્ર વિસ્તારમાં દારૂના ખરીદ/વેચાણ/સંગ્રહ માટેનો અધિકૃત પરવાનો ધરાવનાર પરવાનાદારે મતદાનના આગલા બે દિવસ તા.૨૪/૦૪/૨૦૨૬ તથા તા.૨૫/૦૪/૨૦૨૬, મતદાનનો દિવસ તા.૨૬/૦૪/૨૦૨૬, મતગણતરીના દિવસનો અગાઉનો દિવસ તા.૨૭/૦૪/૨૦૨૬, મતગણતરીનો દિવસ અગર મતગણતરી પુર્ણ થવાની તા.૨૮/૦૪/૨૦૨૬ ના દિવસોએ દારૂના વેચાણની દુકાન બંધ રાખવા અને દારૂના વેચાણ પર પ્રતિબંધ મૂકયો છે. આ હુકમનો ભંગ કરનાર વ્યકિત વિરૃધ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ- ૨૨૩ હેઠળ શિક્ષાને પાત્ર થશે.
«
Prev
1
/
133
Next
»
કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય નો ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થીનીઓ દ્વારા હલ્લાબોલ મચાવાયો