
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
માલપુર – કાલીયાકુવા બોર્ડર નજીક દારૂ હેરાફેરીનો ભંડાફોડ
સ્ટેટ મોનીટરીંગ સેલની મોટી કાર્યવાહી, દારૂ સાથે ₹4.92 લાખનો મુદામાલ જપ્ત – 3 આરોપી ઝડપાયા
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં રાજસ્થાનથી ગુજરાતમાં ગેરકાયદેસર રીતે દારૂ ઘુસાડવાના કારસ્તાન પર સ્ટેટ મોનીટરીંગ સેલ, ગાંધીનગરની ટીમે મોટો પ્રહાર કર્યો છે. અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં કાલીયાકુવા બોર્ડર નજીક કરાયેલી રેઇડ દરમિયાન દારૂની હેરાફેરી કરતા ત્રણ શખ્સોને રંગેહાથ પકડી પાડવામાં આવ્યા હતા, જ્યારે મુખ્ય સૂત્રધાર સહિત કેટલાક ઇસમો નાસી છૂટ્યા હતા.
સ્ટેટ મોનીટરીંગ સેલને મળેલી ચોક્કસ બાતમીના આધારે તા. 03/02/2026ના રોજ પેટ્રોલિંગ દરમિયાન કાલીયાકુવા બોર્ડરથી જીતપુર તરફ જતા રોડ ઉપર નવાગામની સીમમાં વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન એક સફેદ રંગની બ્રેઝા કાર પાયલોટિંગ કરતી જોવા મળી હતી, જેની પાછળ ત્રણ મોટરસાયકલો ઉપર દારૂ ભરેલી મોટી બેગ સાથે ઇસમો આવી રહ્યા હતા.પોલીસ દ્વારા હંગામી આડાશ કરવામાં આવતા મોટરસાયકલ સવારોએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં ત્રણ ઇસમોને પકડી પાડવામાં આવ્યા હતા, જ્યારે કેટલાક આરોપીઓ ખેતરોમાં ભાગી છૂટ્યા હતા.પકડાયેલા આરોપીઓમાં દિનેશભાઇ અરજણભાઇ બારીયા,હીંમતભાઇ વજાભાઇ પગી અને હેમતભાઇ કાન્તીભાઇ કોટવાળનો સમાવેશ થાય છે.તપાસ દરમિયાન ત્રણેય મોટરસાયકલ પરથી ભારતીય બનાવટના વિદેશી/દેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. જેમાં બિયર ટીન 360 અને બોટલ 618 મળી કુલ 978 નંગ દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો, જેની અંદાજિત કિંમત રૂ. 2,12,322 થાય છે. ઉપરાંત નંબર પ્લેટ વિનાની ત્રણ મોટરસાયકલો (કી.રૂ. 2.50 લાખ) અને ત્રણ મોબાઇલ ફોન (કી.રૂ. 30 હજાર) મળીને કુલ રૂ. 4,92,322નો મુદામાલ કબજે લેવામાં આવ્યો હતો.રેઇડ દરમિયાન બ્રેઝા કારથી પાયલોટિંગ કરનાર વિજય ખુમાભાઇ પગી તેમજ તેની સાથે રહેલ યશપાલ ઉર્ફે કટીયો પગી સહિત અન્ય સાગરીતો નાસી છૂટ્યા હોવાનું બહાર આવ્યું છે. પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે રાજસ્થાનના સરથુના વિસ્તારમાંથી દારૂ લાવી ગુજરાતમાં સપ્લાય કરવામાં આવતો હતો.ઘટનાસ્થળ માલપુર પોલીસ સ્ટેશનની હદમાં આવતું હોવાથી સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા પકડાયેલા આરોપીઓ તથા મુદામાલ માલપુર પોલીસને સોંપવામાં આવ્યો છે. સમગ્ર કાર્યવાહી દરમિયાન ઇ-સાક્ષ્ય એપ્લિકેશન દ્વારા વિડિઓ અને ફોટોગ્રાફી કરી પુરાવા એકત્રિત કરવામાં આવ્યા છે.દારૂબંધી વચ્ચે ફરી એકવાર સરહદી વિસ્તારમાંથી દારૂની હેરાફેરી સામે આવતા તંત્રની કામગીરી પર પણ પ્રશ્નો ઊભા થયા છે. હાલ માલપુર પોલીસ દ્વારા નાસી ગયેલ આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
આરોપીઓના નામ
1) દિનેશભાઈ અરજણભાઈ જાતે બારીયા
ગામ, ભાટપુર, તા. વિરપુર, જી. મહિસાગર
(2) હીંમતભાઈ વજાભાઈ જાતે પગી
ગામ, વિરપુર, તા. વિરપુર, જી. મહિસાગર, રહે-ખાટા .
(3) હેમતભાઈ કાન્તીભાઈ જાતે કોટવાળ
ગામ, વિરપુર, તા. વિરપુર, જી. મહિસાગર, રહે-ખાટા .
(4) ગોપાલ ઠાકોર
ગામ. લીમરવાડા, તા. વિરપુર, જી. મહિસાગર, લીંમરવાડા .
(5) વિજય ખુમાભાઇ પગી
ગામ, વિરપુર, તા. વિરપુર, જી. મહિસાગર, ગાટેડા.
(6) યશપાલ ઉર્ફે કટીયો પગી
ગામ, વિરપુર, તા. વિરપુર, જી. મહિસાગર,
(7) મયુર તલાર
ગાટડા. ગામ, વિપુર, તા. વિરપુર, જી. મહિસાગર, ધોળી.
(8) રાહુલ ડામોર
ગામ, ડચકા, તા. મેઘરજ, જી. અરવલ્લી, ડચકા.
(9) જગપાલ ઉર્ફે જેની ચુડાવત
રહે-રાજસ્થાન, જી. ડુંગરપુર, સરથુના .




