રાજપીપલા : પ્રોહીબિશન ગુનામાં ઝડપાયેલ ૩૦ લાખ કિંમતના દારૂના જથ્થાનો નાશ કરાયો
રાજપીપલા ડિવિઝન માં આવતા પાંચ પોલીસ મથકમાં ઝડપાયેલ દારૂના જથ્થાનો નાશ કરતી નર્મદા પોલીસ
રાજપીપલા : જુનેદ ખત્રી
નર્મદા જિલ્લામાં સમયાંતરે પ્રોહિબિશનના ગુનામાં દારૂનો મોટો જથ્થો ઝડપાતો રહે છે આ દારૂનો કોર્ટની પરમિશન બાદ પોલીસ દ્વારા નાશ કરી દેવામાં આવે છે ત્યારે આજરોજ રાજપીપળા હેલીપેડ ખાતે રાજપીપળા ડિવિઝનમાં આવતા પાંચ પોલીસ મથક રાજપીપળા, આમલેથા, તિલકવાડા, ગરૂડેશ્વર, સ્ટેચ્યુ ઓફ યુનિટી સલામતી પોલીસ સ્ટેશન માં પ્રોહિબિશનમાં ઝડપાયેલ ત્રીસ લાખ જેટલા દારૂનો મુદ્દામાલનો નર્મદા પોલીસ દ્વારા નાશ કરવામાં આવ્યો હતો સમગ્ર મામલે નર્મદા જિલ્લા એ એસ પી લોકેશ યાદવ દ્વારા માહિતી આપવામાં આવી હતી