આણંદ – થર્ટી ફર્સ્ટ પહેલા બાકરોલ થી 7 લાખ થી વધુ નો દારૂ ઝડપાયો.

આણંદ – થર્ટી ફર્સ્ટ પહેલા બાકરોલ થી 7 લાખ થી વધુ નો દારૂ ઝડપાયો.
તાહિર મેમણ – આણંદ – 10/12/2025 – આણંદ – થર્ટી ફર્સ્ટ પહેલા બાકરોલ થી દારૂ ઝડપાયો આણંદ LCBએ બાકરોલના હરિઓમનગર વિસ્તારમાં દરોડો પાડી ₹7.53 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે એક શખ્સની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે મણીલાલ વસાવા નામના શખ્સના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની 1595 બોટલો અને બિયરના 864 ટીન જપ્ત કર્યા હતા. જપ્ત કરાયેલા દારૂ અને બિયરની કુલ કિંમત ₹7,53,560 આંકવામાં આવી છે.
પ્રાથમિક પૂછપરછમાં, ઝડપાયેલા મણીલાલ વસાવાએ કબૂલ્યું હતું કે તેના ઘરની નજીક રહેતા હરીશ ઉર્ફે પપ્પુ વિક્રમભાઈ પઢીયારે બે દિવસ અગાઉ આ દારૂનો જથ્થો સાચવવા માટે મૂક્યો હતો.આ કબૂલાતના આધારે પોલીસે હરીશ ઉર્ફે પપ્પુ પઢીયાર અને મણીલાલ વસાવા બંને વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.





