ANANDANAND CITY / TALUKOGUJARAT

વત્રા ગામે થયેલ મર્ડરના ગુનામાં સંડોવાયેલ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ આણંદ

વત્રા ગામે થયેલ મર્ડરના ગુનામાં સંડોવાયેલ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ આણંદ

તાહિર મેમણ – આણંદ – 30/12/2025 – વત્રા ખાડિયાકુવા વિસ્તારમાં આવેલ ઘનશ્યામભાઇ જયહરીભાઇ ઠાકરના કબ્જાવાળા તમાકુના વાવેતરવાળા ખેતરની ધારમાંથી સારીકાબેન વા/ઓ ધર્મેદ્રભાઇ કાંતીભાઇ પટેલ ઉ.વ.૩૮ રહે.વત્રા નાઓનુ કોઇ અજાણ્યા ઇસમે કોઇ અગમ્ય કારણોસર હથીયારથી મારમારી મોત નીપવોલ હોય જે અંગે ધર્મેન્દ્રભાઇ કાંન્તીભાઈ પટેલ રહે.વત્રા, દરબાર ફળીયુ નાઓએ ફરીયાદ આપતાં ખંભાત રૂરલ પો.સ્ટે. માં જી.પી.એક્ટ કલમ-
૧૩૫ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ.

આ ગંભીર પ્રકારના ખુનના ગુનામાં સંડોવાયેલ આરોપીઓને શોધી કાઢી ગુનો ડીટેકટ કરવા માટે સુચના આપેલ. જે અન્વયે એલ.સી.બી.ના અધિકારી તથા સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવેલ.
જે આધારે એલ.સી.બી. ટીમો દ્વારા ગુનાવાળી જગ્યાની વિજીટ કરી સદર ગુનામાં સામેલ અજાણ્યા ઇસમને શોધી કાઢવા માટે તમામ પાસાઓથી તપાસ હાથ ધરવામાં આવેલ અને અલગ અલગ માણસોની પુછપરછ કરતા તેમજ હ્યુમન / ટેકનીકલ ઇન્ટેલીજન્સ આધારે સૌ પ્રથમ આ ગુનો કરવામાં
ત્રણ શંકાસ્પદ વ્યકિતઓના નામ ખંભાત રૂરલ પોલીસને મળી આવેલ. જેઓની એલ.સી.બી.ની ટીમ દ્વારા પુછપરછ ચાલુ હતી દરમ્યાન એલ.સી.બી.ના હે.કો. યશપાલસિંહ જયેન્દ્રસિંહ નાઓને હકીકત મળેલ કે, વત્રા ગામે બનેલ હત્યાના બનાવમાં ગામના રણજીતસિહ તખતસિહ પરમાર નાઓને મરણજનાર સાથે છેલ્લા પંદરેક વર્ષથી પ્રેમ સબંધ હતો જેના લીધે આ રણજીતસિહના નાના દિકરા સુનિલકુમાર રણજીતસિહ પરમાર નારાજ હોય અને મરણજનાર સારીકાબેન નાઓ સાથે આ સુનીલે અગાઉ પણ બે ત્રણ વખત ઝગડો કરેલ હતો જેથી સારીકાબેનનુ ખુન સુનીલકુમારે કરેલ છે. જે મળેલ ચોક્કસ માહિતી આધારે એલ.સી.બી. ટીમ દ્વારા સુનીલની સઘન પુછપરછ કરતા પોતે ભાંગી પડેલ અને જણાવેલ કે, ” મારા પિતાને આ સારીકાબેન સાથે છેલ્લા પંદરેક વર્ષથી પ્રેમસબંધ હતો. જેના કારણે મારા ઘરે દરરોજ ઝગડા કંકાસ થતા હતા અને મારા પિતા સારીકાના કારણે મારી માતાને અવારનવાર મારઝુડ કરી હેરાન કરતા હતા જેથી હું આ સારીકા અને મારા પિતાના પ્રેમસબંધથી કંટાળી ગયેલ હોય તા.૨૬/૧૨/૨૦૨૫ ના રોજ રાત્રીના આશરે ૨૦/૪૫ વાગે સારીકા મારા પિતાને મળવા જતી હતી ત્યારે મેં ખેતરમાં અંધારાનો લાભ લઈને તેના માથાના ભાગે લાકડાના ડંડાથી માર મારી તેનુ મોત નિપજાવેલ હતુ.” જેથી પકડાયેલ ઇસમને ખંભાત રૂરલ પોલીસ
સ્ટેશન વધુ તપાસ અર્થે સોપવામાં આવેલ છે.

Back to top button
error: Content is protected !!