
સાયલા તાલુકાના કંશાળા ગામે ખેડૂતો ને બાગાયતી પાકોમાં મોટાપાયે નુકસાન.
પાકોમાં નુકસાન થતાં વિધાર્થીઓની ફી ભરવા મજબુર.
ખેડૂતો એ સહાય કરવા ઠાલવી પોતાની વેદના.
સાયલાના અનેક ગામડાઓમાં પણ અતિવૃષ્ટિથી ખેડૂતોને ભારે નુકસાન.સાયલા પંથકના પાકોમાં મોટાપાયે નુકસાન થતાં ખેડૂતો ચિંતામાં મુકાયા.સા
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના કંશાળા ગામના ખેડૂતોની મુલાકાત લેતા કિશાન સંગઠન નાં આગેવાનો રમેશભાઈ મેર, મયુરભાઈ સાકરીયા તથા દેવકરણભાઈ જોગરાણા, સાયલા તાલુકા સદસ્ય મનસુખભાઈ કુકવાવા. જેમાં ખેડૂતોના પાક મોટું નુકસાન થયેલ છે તે અંગે સરકારશ્રીને પડકાર કરે છે કે જો યોગ્ય સમયે યોગ્ય વળતર નહીં ચૂકવવામાં આવે તો ખેડૂતોને સાથે રાખી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવું કિશાન સંગઠન નાં આગેવાનો એ જણાવ્યું હતું.
અહેવાલ,,જેસીંગભાઇ સારોલા સાયલા


