GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Lodhika: લોધિકાના લક્ષ્મી ઈટાળા ગામે પ્લાસ્ટિક વેસ્ટ કલેક્શન અભિયાન હાથ ધરાયું
તા.૨૬/૫/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot, Lodhika: રાજકોટ જિલ્લાને પ્લાસ્ટિકમુક્ત બનાવવા જન અભિયાન હાથ ધરાયું છે. આ અભિયાન અંતર્ગત લોધિકા તાલુકાના લક્ષ્મી ઈટાળા ગામે પ્લાસ્ટિક વેસ્ટ કલેક્શન અભિયાન હાથ ધરાયું હતુ.
આ અભિયાનમાં સામાજિક વનીકરણ વિભાગના કર્મચારીઓ તેમજ ગ્રામજનોએ લક્ષ્મી ઇટાળાને પ્લાસ્ટિકમુક્ત બનાવવા સંયુક્ત રીતે ગામમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરી વેસ્ટ પ્લાસ્ટિક એકત્ર કર્યું હતું. આ સાથે સૌએ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવાના શપથ લીધા હતા.