લીંબડી હાઇવે પર નાયરા પેટ્રોલપંપની બાજુમાં ધમધમતા બાયોડીઝલના વેચાણ પર સ્થાનિક પોલીસને અંધારામાં રાખી SMC ના દરોડા
SMC એ દરોડા પાડી 16590 લીટર ભેળસેળ યુક્ત ડિઝલનો જથ્થો ટ્રક સહિત રૂ.25.54 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો.
તા.23/07/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
SMC એ દરોડા પાડી 16590 લીટર ભેળસેળ યુક્ત ડિઝલનો જથ્થો ટ્રક સહિત રૂ.25.54 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો.
સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી એક વખત સ્ટેટ મોનિટરિંગ સેલેદરોડા પડ્યા છે આ પહેલીવાર નથી બન્યું કારણકે વારંવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે કારણ કે સ્થાનિક પોલીસ સૂતી રહે છે અને બહારથી પોલીસ આવી અને દરોડા પાડી જતી હોય છે ત્યારે વધુ એક વખત સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા નજીક આવેલા નાયરા પેટ્રોલ પંપ ની બાજુમાં યુપી બિહાર ઝારખંડ ધાબાની આગળ ઓરડી બનાવી અને શંકાસ્પદ ડીઝલનું વેચાણ થતું હતું અને વાહન ચાલકોને છેતરવામાં આવતા હતા છેલ્લા અનેક સમયથી આ પ્રકારનો કિસ્સો ચાલતો હતો કોની જેમ દૃષ્ટિ હેઠળ ચાલતો હશે તે અંગે તો તપાસ બાદ સામે આવશે પરંતુ આ શંકાસ્પદ ડીઝલ વેચાણ ઉપર સ્ટેટ મોનિટરિંગ સેલ દરોડા પાડ્યા છે આજે વહેલી સવારે આ દરોડા પાડવામાં આવ્યા છે ત્યારે સ્થાનિક પોલીસ સુતી રહી છે અને આ અંગે દરોડા પાડી દેવામાં આવ્યા છે રાજ્ય પોલીસવાળા ડીજીપી વિકાસ સહાય તેમજ સ્ટેટ મોનેટરીંગ થયેલા અધિક પોલીસ મહા નિર્દેશક આરબી બ્રાહ્મભટ્ટ અને તેમની સૂચનાથી એસએમસીના નાયબ પોલીસ મહા નિરીક્ષક નિલિપ્ત રાયના સીધા સુપરવાઇઝર ચોટીલા નજીક ડીઝલ અંગે જે રેકેટ ચાલતું હતું તેના ઉપર દરોડા પાડવામાં આવ્યા છે ડીવાયએસપી કે ટી કામરીયા તેમજ પીએસઆઇ જેડી બારોટની ટીમ દ્વારા દરોડા પાડી અને શંકાસ્પદ ડીઝલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે ત્યારે આ અંગે ચોટીલા લીંબડી હાઇવે ઉપર આવેલા નાયરા પેટ્રોલ પંપની બાજુમાં યુપી બિહાર ઝારખંડ ધાબાની આગળ ઓરડી બનાવી આ રેકેટ ચલાવવામાં આવતું હતું આજ અંગે 16590 લીટર શંકાસ્પદ ડીઝલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે અને આ અંગે વિજય દિનેશભાઈ સુરેલા તેમજ દિનેશ સનાભાઇ પરમારની અટકાયત કરવામાં આવી છે અને જે મુખ્ય આ સમગ્ર રેકેટ ચલાવતા હતા તે દિવ્યરાજ દેવ સુરેશભાઈ વાળા મુખ્ય આરોપી ફરાર બની ગયો છે તેની શોધખોળ પણ હાથ ધરવામાં આવી છે સ્ટેટ મોનિટરિંગ સેલના બરોડા બાદ સ્થાનિક પોલીસમાં નાસ ભાગ મચી ગઈ છે આ સંદર્ભે પ્લાસ્ટિકના પીપળા પાણીનો જગ ટેબલ ડીઝલ ભરવાના બેરલો એક ટ્રક ડીઝલ ભરવાના મશીનો બેરલ સહિતની મુદ્દામાલ સામગ્રી જપ્ત કરવામાં આવી છે અને ચોટીલા પોલીસને સોંપી દેવામાં આવી છે આ અંગે ચોટીલા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો છે અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જોકે સ્ટેટ મોનિટરિંગ સેલના નરોડા બાદ સ્થાનિક પોલીસની કામગીરી શંકા ના દાયરામાં આવી છે કારણ કે આટલું મોટું ડુપ્લીકેટ ડીઝલનું રેકેટ ચાલતું હતું અને સ્થાનિક પોલીસ સૂતી રહી અને તેમને આ પ્રકારની કોઈ બાતમી પણ ન મળી અને સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડી દીધા છે શંકાસ્પદ ડીઝલના વેચાણ અંગે દરોડા પાડી ભેળસેળયુક્ત ડીઝલ લીટર 16590 કિ.રૂ.12,11,070 તથા મોબાઇલ નંગ 2 કિ.રૂ.10,000 એક ટ્રક કિ.રૂ.12,00,000 તથા રોકડ રૂ.26,000 તથા સ્ટોરેજ પ્લાસ્ટિક ટેન્ક નંગ 7 કિ.રૂ.70,000 સહિત કુલ મળીને રૂ.25,54,770 નો મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી અન્ય બે આરોપી દિવ્યરાજસિંહ ઉર્ફે દેવુ સુરેશભાઈ વાલા ચોટીલા અને ભેળસેળયુક્ત ડીઝલનો જથ્થો પુરો પાડનાર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે .