Lodhika: લોધિકા તાલુકાની રાતૈયા પ્રાથમિક શાળાનો પ્રોજેક્ટ રાજ્ય કક્ષાએ ઇકોફેરમાં ઝળકયો.
તા.૧૫/૧/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot,Lodhika: ગીત ફાઉન્ડેશન દ્વારા પર્યાવરણ શિક્ષણ પ્રોગ્રામ અંતર્ગત રાજ્ય કક્ષાનું ઇકોફેર ગાંધીનગર ખાતે તારીખ 10 થી 12 ઇન્દ્રોડા પાર્કમાં યોજાયો હતો ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી કુલ 150 પ્રોજેક્ટ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યા હતા તેમાંથી કુલ 38 જેટલા પ્રોજેક્ટ પસંદ કરાયા હતા રાજકોટ જિલ્લામાંથી લોધિકા તાલુકાની રાતૈયા પ્રાથમિક શાળાનો પ્રોજેક્ટ “રોબોટિક સિસ્ટમ ઇન ઝૂ” પસંદ કરવામાં આવ્યો હતો. જે ધોરણ આઠના બાળ સંશોધકો જાડેજા સિંહરાજસિંહ, ભૂરીયા વિકાસ, સિપરીયા પ્રિયંક ,અમલીયાર ઈશાક દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો.
આ પ્રોજેક્ટ માટે શાળાના વિજ્ઞાન શિક્ષક કવિતાબેન ભટાસણા દ્વારા માર્ગદર્શન અપાયું હતું. આ પ્રોજેક્ટના કાર્યરત મોડેલ અને તેના ઉપયોગના હેતુને નિયામકશ્રી રૂપક સોલંકી સાહેબ દ્વારા વખાણી વિશ્વમાં ઉપયોગી બને તેવી શુભેચ્છા પાઠવી હતી .
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન કે. એસ. રંધાવા સાહેબ, ગીર ફાઉન્ડેશન નિયામક આર. કે.સોણવણે સાહેબ, જી. રમણમૂર્તિ સાહેબ, નિયામક રૂપક સોલંકી સાહેબ, રિતેશ ગહેલોત સાહેબ ,જીસીઈઆરટી સચિવ એસ. જે. ડુમરાળિયા સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કૃતિની પસંદગી રાજ્ય કક્ષાએ થતાં શાળા , રાતૈયા ગામ અને રાજકોટ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.