AHAVADANGGUJARAT

વાંસદા અને સમરોલી ચીખલી ખાતે ભગવાન બિરસામુંડાજીની જનજાતિય ગૌરવવર્ષની ઉજવણી થશે

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

શ્રી ભગવાન બિરસા મુંડાજીની ૧૫૦મી જન્મજયંતિ ઉજવણી નિમિત્તે આવતી તા. ૧૫મી નવેમ્બરે જનજાતિય ગૌરવ વર્ષ અંતર્ગત રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજાનાર છે. જે અનુસંધાને, નવસારી જિલ્લામાં કુલ: ૦૨ સ્થળોએ (૧) ગાંધી મેદાન, વાંસદા અને (૨) સમરોલી ક્રિકેટ ગાઉન્ડ, સમરોલી, તા. ચીખલી ખાતે જનજાતિય ગૌરવવર્ષની ઉજવણી થનાર છે. આ કાર્યક્રમમાં વધુમાં વધુ નાગરિકોને જોડાવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અપીલ કરવામાં આવેલ છે એમ પ્રાયોજના વહીવટીદારશ્રી, વાંસદાની અખબાર યાદીમાં જણાવવામાં આવેલ છે.

Back to top button
error: Content is protected !!