GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
M.M.ગાંધી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ એમ.કોમ વિભાગમાં શિક્ષક દિનની ઉજવણી.

તારીખ ૦૬/૦૯/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
ગતરોજ એમ એમ ગાંધી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ કાલોલ ખાતે ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ એમ.કોમ વિભાગમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ૨૬ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ટ્રસ્ટી ગણ માંથી વકીલ જયંતીભાઈ પટેલ,સંસ્થાના પ્રિન્સિપાલ ડૉ.કિશોર વ્યાસ, કોમર્સ વિભાગના કોર્ડીનેટર ડૉ.અજય સોની, સોશ્યોલોજી વિભાગના કોર્ડીનેટર ડૉ .વિષ્ણુ વણકર, ગુજરાતી વિભાગમાંથી ડો.અર્જુન ગઢવી ખાસ મહેમાન તરીકે હાજર રહ્યા હતા. શિક્ષક દિન નિમિત્તે ખાસ જીસેટ ના ઓનલાઈન ક્લાસીસ માટેનું આયોજન ઘડવામાં આવ્યું. સમગ્ર પ્રોગ્રામનું સંચાલન કોમર્સ વિભાગના પ્રોફેસર આકાશ દંતાણીએ કર્યું સહભાગીદાર તરીકે કામિની પટેલ અને નરેન્દ્ર ગોહિલ નો સાથ રહ્યો હતો.સર્વે મહેમાનોની આભારવિધિ હિરલ ઠાકોર દ્વારા કરવામાં આવી હતી.







