GUJARATSABARKANTHA

હિંમતનગરના કાટવાડના મદનસિંહ પરમારને પ્રધાનમંત્રી આવાસ યોજના થકી ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થયુ

અહેવાલ:- પ્રતિક ભોઈ

*વિકાસ સપ્તાહની ઉજવણી*
*****
*હિંમતનગરના કાટવાડના મદનસિંહ પરમારને પ્રધાનમંત્રી આવાસ યોજના થકી ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થયુ*
*******************


સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના કાટવાડ ગામના વતની પરમાર મદનસિંહ રતુસિંહને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાન સહાય મળવાથી તેમનુ ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થયું છે. વડાપ્રધાનશ્રી અને ગુજરાત રાજયના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ, ગુજરાત રાજયના ૧૪મા મુખ્યમંત્રી તરીકે તા.૭ ઓક્ટોબર, ૨૦૦૧ના દિવસે શપથ લઈને રાજ્યની વિકાસ યાત્રાની કરવટ બદલી હતી.તેમને અનેકવિધ લોક કલ્યાણકારી યોજનાઓ થકી સામાન્ય માણસનું જીવન ધોરણ કઈ રીતે ઉંચુ લાવી શકાય તે માટે પ્રયત્નશીલ રહ્યા છે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનુ સ્વપ્ન છે કે દેશના દરેક નાગરીકનું પોતાનુ પાકુ મકાન હોય. જે અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજના અમલી બનાવી છે.કેન્દ્ર સરકાર દ્વારા આર્થિક રીતે નબળા વર્ગને પોતાનું પાકું મકાન બનાવવા માટે રૂ. ૧,૨૦,૦૦૦/- આર્થિક સહાય પૂરી પાડી રહી છે.
મદનસિંહ પરમાર જણાવે છે કે તેઓ અત્યંત ગરીબ કુટુંબમાં ખેત મજૂરી કરીને ગુજરાન ચલાવે છે. તેમની સ્થિતિ એક સાંધે તો તેર તુટે તેવી સ્થિતિ હતી.તેમણે પહેલા રહેવા માટે કાચું માટીનું ર્ઝઝરીત મકાન હતું. જેથી ચોમાસામાં વરસાદથી અને શિયાળામાં ઠંડીથી પરિવારને ખુબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. તેમજ વરસાદમાં ઘરની ઘર વખરી પણ પલડીને બગડી જતી હતી. વરસાદમાં આખી રાત પલળતા જાગતા બેસી રહેવુ પડતુ હતુ. તેમને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત કુલ રૂ. એક લાખ વીસ હજારની સહાય મળતા પોતાનું પાકું મકાન બનાવવું શકય બન્યું છે. વધુમાં તેઓ જણાવે છે કે અમારા જેવા સામાન્ય માણસ માટે પાકું મકાન એતો સ્વપ્ન સમાન છે.પરંતુ આ સ્વપ્ન સકાર થયુ છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળવા બદલ સરકારશ્રીનો આભાર માન્યો હતો.
***********

Back to top button
error: Content is protected !!