CHHOTA UDAIPURGUJARATNASAVADI

નસવાડી થી કલેડીયા સુધીના માર્ગમાં અનેક જગ્યાઓ ઉપર મોટા મોટા ખાડા પડી જતાં વાહન ચાલકો મુશ્કેલીમાં

મુકેશ પરમાર,, નસવાડી 

નસવાડી થી કલેડીયા સુધી 4  કિલોમીટર નો માર્ગ આવેલો છે જ્યારે પંચાયત માર્ગ મકાન વિભાગ નો રસ્તો આવેલો છે હાલ ભારે વરસાદ માં 4 કિલોમીટર નો માર્ગ ખખડધજ બની ગયો છે અને રસ્તા ઉપર મોટા મોટા ખાડાઓ પડી ગયા છે  જ્યારે રસ્તામાં પડેલા ખાડામાં વાહન ચાલકો પટકાય છે કારણ કે ચોમાસાના સમયમાં ખાડામાં પાણી ભરેલ હોય છે જેથી ખાડા ની ખબર પડતી નથી ખાડામાં પડવાથી અનેક લોકો ઈજાગ્રસ્ત બન્યા છે જેનાથી વાહન ચાલકો હેરાન પરેશાન થઇ ગયા છે સરકારે તમામ માર્ગો ના ખાડા પુરાવા માટે સૂચના આપી છે પરંતુ તેનો અમલ થતો નથી પંચાયત માર્ગ મકાન વિભાગના એજ્યુકેટીવ એન્જિનિયર આ ખાડાઓ ની તપાસ કરીને વહેલી તમે ખાડા પુરાવે તેવી માંગ ઉઠી છે.

Back to top button
error: Content is protected !!