BANASKANTHAGUJARATPALANPUR

પાલનપુર તિરુપતિ રાજનગર ખાતે ગણપતિ મહોત્સવમાં જાદુગર વિશ્વા નો મેજીક શો યોજાયો

10 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો

તિરુપતિ રાજનગર આબુ હાઈવે, પાલનપુર ખાતે ગતરાત્રે ગણપતિ મહોત્સવ નિમિત્તે ખ્યાતિ મેળવી રહેલા જાદુગર વિશ્વા (પ્રકાશભાઈ જોષી) ના મેજીક શો નું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સોસાયટી ના રહીશોને જાદુના હાથ ચાલાકી ના વિવિધ પ્રયોગો કરીને મંત્રમુગ્ધ કર્યા હતા.આ પ્રસંગે સોસાયટી ના પ્રમુખ શ્રી મનોજભાઈ ઉપાધ્યાય તથા શ્રેયસભાઈ જોષી એ કલાને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.આ સાથે જાદુગર વિશ્વા એ અંધશ્રદ્ધા નિર્મૂલન અંગેની વિશેષ માહિતી, મહત્વ આપીને સમજાવી હતી.આ કાર્યક્રમ સોસાયટી વિસ્તાર‌ના તમામ રહીશો, બાળકો અને વડીલોએ જ્ઞાન સાથે ગમ્મત થી નિહાળ્યો હતો.

Back to top button
error: Content is protected !!