BANASKANTHAGUJARATPALANPUR
પાલનપુર તાલુકાના વગદા ગામ ના વતની જાદુગર વિશ્વા (પ્રકાશભાઈ જોષી) નું દિલ્હી આંતરરાષ્ટ્રીય મેજીક શો કલા મહોત્સવ માં સન્માન કરવામાં આવ્યું

24 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
આંતરરાષ્ટ્રીય જાદુકલા મહોત્સવ જે નવી દિલ્હી ખાતે 21 અને 22 સપ્ટેમ્બર 2024 માં સંમેલન યોજવામાં આવેલ હતું જેમાં ભારતીય તથા અન્ય દેશોમાંથી આવેલા લગભગ 400 જેટલા મેજીસીયન (જાદુગરો) ઉપસ્થિત રહ્યા હતા.તેમાં પાલનપુર તાલુકાના વગદા ગામના જાદુગર વિશ્વા (પ્રકાશભાઈ જોષી) એ ભાગ લીધો હતો તે પ્રસંગમાં વિશ્વા જાદુગર નું મોમેન્ટો, સન્માન પત્રક અને શિલ્ડ આપીને તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા.તેમણે ગામ , બ્રહ્મસમાજ તથા જિલ્લા નું ગૌરવ વધાર્યું છે.તેઓશ્રી અનેક શૈક્ષણિક તથા સામાજિક સંસ્થાઓ માં પોતાના મેજીક શો દ્વારા અંધશ્રદ્ધા નિર્મૂલન અંગેની માહિતી પણ પ્રોગ્રામ ના સ્થળે પીરસી રહ્યા છે અને આ થકી દિવસે ને દિવસે ખ્યાતિ મેળવી રહેલા છે.




