GUJARATHALOLPANCHMAHAL

પાવાગઢમાં હૈયેહૈયું દળાય તેવી ભક્તોની ભીડ,દિવાળીની રજાઓમાં મહાકાળી મંદિરે આસ્થા,શક્તિ અને શ્રદ્ધાનો શૈલાબ ઉમટયો

પંચમહાલ જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ ડુંગર ઉપર આવેલા શક્તિપીઠ મહાકાળી માતાજી ના મંદિરે દિવાળી ની રજાઓ માં શ્રાધ્ધળુઓ ની ભારે ભીડ ઉમટી રહી છે.સરેરાશ કરતા બમણી સંખ્યામાં યાત્રાળુઓ આવતા હોવાથી પોલીસ, અને એસઆરપી જવાનો દ્વારા ઠેર ઠેર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૫.૧૧.૨૦૨૪

પંચમહાલ જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ ડુંગર ઉપર આવેલા શક્તિપીઠ મહાકાળી માતાજી ના મંદિરે દિવાળી ની રજાઓ માં શ્રાધ્ધળુઓ ની ભારે ભીડ ઉમટી રહી છે.સરેરાશ કરતા બમણી સંખ્યામાં યાત્રાળુઓ આવતા હોવાથી પોલીસ, અને એસઆરપી જવાનો દ્વારા ઠેર ઠેર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તો અહીં આવતા લાખો યાત્રાળુઓ ને વાહન પાર્કિંગ ની સૌથી મોટી સમસ્યા નો સામનો કરવો પડી રહ્યો છે.યાત્રિકો એક કિલો મીટરો દૂર પોતાના વાહનો પાર્ક કરી ફરજિયાત ખાનગી વાહનો મારફતે એસટી ડેપો સુધી પહોંચી બસ માં માચી જવું પડી રહ્યું છે.પંચમહાલ જિલ્લામાં આવેલું શક્તિપીઠ પાવાગઢ મહાકાળી મંદિર અને અહીં આવેલા ઐતિહાસિક સ્થાપત્યો ને કારણે જગવિખ્યાત બન્યું છે, અત્રે આ મંદિર માં દર્શન કરવા અને સ્થાપત્યો નિહાળવા દેશભર માંથી અનેક શ્રાધ્ધળુઓ અને પ્રવાસીઓ અહીં આવે છે.ડુંગર ઉપર આવેલા આસ્થા, શક્તિ અને શ્રદ્ધા ના કેન્દ્ર મહાકાળી મંદિર ને નવનિર્માણ કરી વિશાળ મંદિર બનાવવમાં આવ્યું અને તેના શિખર ઉપર વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પહેલી ધજા ચડાવતા આ મંદિર શ્રાધ્ધળુઓ જ નહીં પરંતુ અહીં આવતાં પ્રવસીઓ ને પણ આકર્ષી રહ્યું હોવાથી અહીં મન માં માતાજી પ્રત્યે ની અપાર શ્રદ્ધા સાથે શીશ ઝુકાવવા આવતા શ્રાધ્ધળુઓ ની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.આસો અને ચૈત્રી નવરાત્રી તેમજ જાહેર રાજાઓ, વિકેન્ડ જેવા સમયે અહીં લાખો ની સંખ્યા માં શ્રદ્ધાળુઓ અવિરત આવી રહ્યા છે.હાલ દિવાળી ની રજાઓ ના માહોલ વચ્ચે યાત્રાધામ અને શક્તિપીઠ પાવાગઢ મહાકાળી માતાજી ના દર્શને દરરોજ સરેરાશ બે લાખ જેટલા શ્રાધ્ધળુઓ આવી રહ્યા છે, ત્યારે આજે પણ શ્રાધ્ધળુઓ ની ભારે ભીડ અહીં જોવા મળી છે.વહેલી સવારે જ માઇભક્તો માતાજીનો જયકાર કરતા મંદિરે પહોચ્યા હતા. રોપ વે સુવિધા ચલાવતી ઉષા બ્રેકો કંપની દ્વારા પણ શ્રાધ્ધળુઓ ની ભીડ જોતા મોડી રાત્રી સુધી ઉડન ખટોલા ની સુવિધા ચાલુ રાખવામાં આવી રહી છે.આજે પણ વહેલી સવારે મોટી સંખ્યામાં પહોચેલા માઈ ભક્તોએ ભારે ભીડ વચ્ચે મહાકાળી માતાજી ના દર્શન કર્યા કરી ધન્યતા અનુભવી હતી.જ્યારે પોલીસ દ્વારા પણ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ઠેર ઠેર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

Back to top button
error: Content is protected !!