અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
લોકોના રૂપિયાનું કરી જનાર મહાઠગ ભુપેન્દ્રસિંહ ઝાલા હાલ પણ ભૂગર્ભા, મહાઠગની માયાજાળમા લોકોનાં કરોડો રૂપિયા ડૂબ્યા જેવી પરિસ્થિતિ
CID ક્રાઇમ ની પતાસ બાદ 7 આરોપીઓ ને કોર્ટમાં રજૂ કરાયા, રિમાન્ડ મંજૂર હજુ પણ કેટલાક લોકો પકડવાના બાકી
છેલ્લાં કેટલાંય સમય થી અરવલ્લી અને સાબરકાંઠા મા એક નામ ચગડોળે ચડ્યું હતુ જેનું નામ ભૂપેન્દ્રસિંહ ઝાલા આમ તો લોકો તેને ભામાશા ઉપમા આપતા પરંતુ હવે ભાંડો ફૂટતા મહઠગ નામ ચર્ચાઈ રહ્યું અને અંતે તેના પાપનો ઘડો છલકાયો અને પછી ફૂટી પણ ગયો માટે હંમેશા સત્યનો વિજય જ થાય તે કહેવત સાચી નીવડી
હાલ રોકાણકારો ના કરોડો રૂપિયા અટવાયેલા છે જેની વચ્ચે ભૂપેન્દ્ર ઝાલા ભૂગર્ભમાં સંતાઈ ગયો છે CID ક્રાઇબ્રાન્ચે પકડવા માટે ઝીણવટ ભરી તપાસ હાથ ધરી છે ગઈ કાલે પૂછપરછ બાદ 7 લોકોને કોર્ટમાં રજુ કરાયા હતા અને વધુ પૂછપરછ માટે રિમાન્ડ મંજૂર કરાયા છે. ભૂપેન્દ્ર સિંહ ઝાલા ના નિવાસ સ્થાને થી મસમોટી મોંઘીઘાટ કારો પણ CID એ જપ્ત કરી ગાંધીનગર ખાતે લઇ જવાઇ છે. બીજી તરફ હાલ પણ લોકોમાં ચર્ચાઈ રહયું છે કે એજન્ટો ને આપેલ મોંઘી કારો પણ સંતાડી દેવામાં આવી છે ત્યારે આ મહાઠગની માયાજાળમા રોકાણકરનાર લોકોના રૂપિયા ફસાયા જેવો ઘાટ સર્જાયો છે
ગઈકાલે મોડાસાના નાનીચિચોન ખાતે રણવીરસિંહ ચૌહાણ નામના યુવકની ધરપકડ બાદ પોતાના પિતાનુ નિવેદન સામે આવ્યુ હતુ અને જણાવ્યું હતુ કે આ બાબતે હુ જાણતો નથી મારો દીકરો મોડાસા ખાતે BZ ઓફીસમા કર્મચારી તરીકે મહીનાના 12 પગાર પર નોકરી કરતો હતો આ સિવાય બીજું કંઈ જાણતો નથી તેમ જણાવ્યું હતુ.
સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લામા BZ નામની તમામ ઓફિસ પર તાળા ચકલું પણ ના ફરકતું હોત તેવો ઘાટ લોકો માટે એક ચર્ચા નો વિષય બન્યો છે જો સાચું હોય તો ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે આવે કેમ ભૂગર્ભમા..? જેવા અનેક સવાલો ઉભા થયા છે
મોડાસામા લોક મુખે ચર્ચાતી ચર્ચાઓ મુજબ એક શિક્ષક નામનો એજન્ટ જેની નીચે મોટાભાગે શિક્ષકોના કરોડો તેમજ લાખો રૂપિયા રોકાયેલા છે અને સૂત્રો મારફતે માહિતી મળી છે કે તે એજન્ટ પણ ભૂગર્ભમા ઉતરી ગયો છે. આ એજન્ટને પણ મસમોટી મોંઘીઘાટ કાર પણ મહઠગી એ ગિફ્ટ આપ્યા હોવાની પણ ચર્ચાઓ ચર્ચાઈ રહી છે
હાલ તો CID ક્રાઇમ દ્વારા તપાસ તેજ કરવામા આવી છે અને જેમ જેમ કડીઓ ખુલશે તેમ તેમ કૌભાંડ આખું કંઈ રીતે આચર્યું છે તે વિગતો સામે આવશે પરંતુ હાલ ભુપેન્દ્રસિંહ ઝાલા જે મુખ્ય સૂત્રધાર ભૂગર્ભમા ઉતરી ગયો છે