THARADVAV-THARAD

થરાદ ખાતે 10000ની જનમેદની સાથે જીગ્નેશભાઈ મેવાણીના સમર્થનમાં યોજાઈ જનઆક્રોશ રેલી સાથે આવેદન પત્ર

વાત્સલ્યમ સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ વાવ થરાદ

 

થરાદ ખાતે આજે વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીના સમર્થનમાં કોંગ્રેસના આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો દ્વારા જનઆક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી નશીલા પદાર્થોના વેચાણ સામે તાત્કાલિક અને કડક કાર્યવાહીની માગ સાથે કાઢવામાં આવી હતી અને થરાદની કલેક્ટર કચેરી ખાતે અધિકારીઓને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું.

 

આવેદન આપીને થરાદને ડ્રગ્સના દૂષણને પગલે ‘ઊડતા ગુજરાત’ બનતું અટકાવવાની માગ કરાઈ હતી. આ કાર્યક્રમમાં સાંસદ ગેનીબેન, જિલ્લા કોંગ્રેસપ્રમુખ ગુલાબસિંહ રાજપૂત, માંગીલાલ પટેલ પ્રવિણભાઇ વરણ તુલસી ભાઈ ધુમડા તેમજ પ્રધાનજી ઠાકોર સહિત કોંગ્રેસના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત પાટણ અને ભુજમાં પણ જિજ્ઞેશ મેવાણીના સમર્થનમાં કલેક્ટરને આવેદન અપાયું હતું.

 

આ રેલી થરાદ-ડીસા ચાર રસ્તાથી શરૂ થઈને બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સુધી પહોંચી હતી. ત્યાંથી કલેક્ટર કચેરી ખાતે અધિકારીઓને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું, જેમાં નશીલા પદાર્થોના વેચાણ સામે કડક પગલાં ભરવાની તીવ્ર માગણી કરવામાં આવી હતી.

આવેદનપત્રમાં ગંભીર ચિંતાઓ વ્યક્ત કરાઈ આવેદનપત્રમાં સ્પષ્ટ જણાવાયું હતું કે વાવ-થરાદ અને બનાસકાંઠા જિલ્લાના મોટાં ગામોની આસપાસના વિસ્તારોમાં છેલ્લાં બે-ત્રણ વર્ષથી નશીલા પદાર્થોનું વેચાણ અને સેવન ચિંતાજનક રીતે વધ્યું છે.

આવેદનપત્રમાં વધુમાં જણાવાયું હતું કે સ્થાનિક પોલીસ સ્ટેશન અને પાલનપુર પોલીસ અધીક્ષક કચેરીને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં કોઈ નોંધપાત્ર કાર્યવાહી થઈ નથી. નશીલા પદાર્થોનું વેચાણ શાળા-કોલેજની નજીક, બસ સ્ટેન્ડ, ચાર રસ્તા અને મોટાં ગામડાંનાં ખુલ્લા મેદાનોમાં નિર્ભયપણે થઈ રહ્યું છે.

Back to top button
error: Content is protected !!