અરવલ્લી
અહેવાલ ;હિતેન્દ્ર પટેલ
ધી વણીયાદ દૂધ ઉત્પાદક સહકારી મંડળી લી ના ચેરમેન તરીકે મહેશભાઈ વિઠ્ઠલભાઈ પટેલ ની બિનહરીફ વરણી
દૂઘ ઉત્પાદકો અને સભાસદો મા ખુશીની લાગણી છવાઈ
વણીયાદ દૂધ મંડળીમાં ચેરમેનની ચૂંટણી માટે વ્યવસ્થાપક કમિટીની બેઠક રવિવારે યોજાઇ હતી. જેમાં ચેરમેન તરીકે મહેશભાઈ વિઠ્ઠલભાઈ પટેલ ની બિનહરીફ વરણી કરવામા આવી હતી જેને દૂધ ઉત્પાદકો અને સભાસદો એ આવકારી હતી.મંડળી ના ડીરેકટર જયેશભાઈ પટેલે મહેશભાઈ વિઠ્ઠલભાઈ પટેલની દરખાસ્ત મુકતા સંજયભાઈ પટેલે ટેકો આપ્યો હતો. મહેશભાઈ વિઠ્ઠલભાઈ પટેલની ચેરમેન તરીકે બિનહરીફ વરણી તથા વિઠ્ઠલભાઈ પટેલ,અજયભાઈ પટેલ,મગનભાઈ પટેલ, હિમાંશુભાઈ પટેલ,હાર્દિક પટેલ તથા સૌ ડીરેકટરોએ અભિનંદન અને શુભકામનાઓ પાઠવી હતી.