
વિજાપુર સેન્ટ જોસેફ સ્કૂલ ખાતે તાલુકાની એથલેટિક્સ સ્પર્ધા યોજાઈ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકા વ્યાયામ મંડળ આયોજિત અન્ડર 14,17,19 ભાઈઓ બહેનોની એથ્લેટિક સ્પર્ધા સેન્ટ જોસેફસ હાઇસ્કુલ ખણુસા ખાતે ખુબ સુંદર માહોલમાં યોજાઈ હતી, ભાઈઓમાં કુલ 300 વિદ્યાર્થીઓ અને બહેનોમાં 200 વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો. વિજેતા ખેલાડીઓને વ્યાયામ મંડળ દ્વારા સર્ટિફિકેટ અને સંસ્થા તરફથી સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવનારને ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા. સ્પર્ધામાં વધુ મેડલ લાવેલી સ્કૂલોને પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબરની ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા. સસ્તા તરફથી બધા બાળકો અને શિક્ષકો માટે નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી. રેફરી મિત્રોને પણ સુંદર કામગીરી બદલ ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા. સમગ્ર સ્પર્ધાનું આયોજન વિજાપુર તાલુકા વ્યાયામ મંડળના મંત્રી પંકજભાઈ જે પટેલ દ્વારા કરવામાં આવ્યું. સ્પર્ધાના મેદાનો અને ખૂબ જ સુંદર આયોજન સંસ્થાના વ્યાયામ શિક્ષકો સંતોષ સર, સ્મિત , હસરત , ધર્મેન્દ્ર દ્વારા કરવામાં આવ્યું.





