MAHISAGARSANTRAMPUR

લુણાવાડા સાઈ બંગલોઝ ના પ્લોટ માં 20 દુકાનો ગેરકાયદેસર રીતે બનાવતા જિલ્લા કલેકટર દ્વારા તોડી પાડવાનો હુકમ કરાતા ભુમાફિયાઓમાં ફેલાયો

લુણાવાડા સાઈ બંગલોઝ ના પ્લોટ નંબર 64 થી 70 નંબરના મકાનો અને 20 દુકાનો ગેરકાયદેસર રીતે બનાવતા જિલ્લા કલેકટર દ્વારા તોડવાનો હુકમ કરતા ભુમાફિયાઓમાં ફફડાટ

રિપોર્ટર…
અમીન કોઠારી મહીસાગર

નવરચિત મહીસાગર જિલ્લો નીવિન બન્યા બાદ જમીનોના ભાવ ઊંચકાઈ રહયા છે ભાવ આસમાને પહોંચ્યાતા ભૂમાફિયાઓ દ્વારા સરકારી જમીનો હડફ કરવાનો કારસો મીલીભગત કરી ને બે રોક ટોક દબાણો થઈ રહયો છે તેમાં પણ જિલ્લાનું વડું મથક લુણાવાડા બનતા નગમાં સરકારી ગૌચર સહિતની જમીનોમાં ખૂબ મોટા પાયે ગેરકાયદેસર બાંધકામ થયું છે તેમજ નિયમ વિરુદ્ધ પણ ખૂબ મોટા પાયે બાધકામ થયા છે ત્યારે લુણાવાડાની એસ.કે સ્કૂલ પાછળ ચરેલ રોડ ઉપર સાઈ બંગલોઝના બિલ્ડર દ્વારા રેવન્યુ સર્વે નંબર1253 વળી માલિકીની જમીનમાં 70 મકાનો બનાવેલ તેમજ સોસાયટીની બહાર દુકાનો બનાવેલ જેને લઈ સુનિલ ભોઈ દ્વારા જિલ્લા કલેક્ટરને અરજી કરવામાં આવી હતી. જેને ધ્યાને લઇ સાઈ બંગલોઝના પ્લોટ નંબર 64 થી 70 અને અને સોસાયટીની બહાર 20 દુકાનો ગેરકાયદેસર બનાવતા જિલ્લા કલેકટરે બાંધકામ દૂર કરવા માટે લુણાવાડા નગરપાલિકાને હુકમ કર્યો કરતા ભુમાફિયાઓમાં ફફડાટ જોવા મળ્યો હતો. તેમજ મકાન ખરીદનાર તેમજ દુકાનો ખરીદનાર લોકોમાં પણ ચિંતા જોવા મળી હતી. તો બીજી તરફ લુણાવાડા નગરના લોકો ઇચ્છિ રહ્યાં છે લુણાવાડા નગરના અન્ય ગેરકાયદેસર બાંધકામો પણ દૂર કરવામાં આવે તેમજ BU પરમીશન વગરની બિલ્ડીંગો પણ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે.

બોક્ષ:-

સાઈ બંગલોઝના 64 થી 70 નંબર ના મકાનો તેમજ દુકાનોમાં રહેલ માલ-સામાન ખાલી કરવા માટે નિટીસ આપીશું ત્યાર બાદ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવશે.

– નરેશ મુનિયા, CO લુણાવાડા નગરપાલિકા

Back to top button
error: Content is protected !!