NAVSARINAVSARI CITY / TALUKO

નવસારી મહાનગરપાલિકા દ્વારા 1 નવેમ્બર થી 30 નવેમ્બર દરમિયાન Ending Plastic Pollution ડ્રાઇવ અંતર્ગત 186 વેપારીઓ પાસેથી દંડ વસૂલ કરાયો

વાત્સલ્યમ સમાચાર

    નવસારી

નવસારી મહાનગરપાલિકા દ્વારા Ending Plastic Pollution ડ્રાઇવ  હાથ ધરવામાં આવી હતી.આ ડ્રાઇવ અંતર્ગત નાગરિકો તથા વેપારીઓમાં જાહેર નોટીસ, સ્થળ પર અવેરનેસ અને નિયમિત ચેકિંગના માધ્યમથી 120 માઇક્રોનથી ઓછી જાડાઈ ધરાવતા સિંગલ યુઝ પ્લાસ્ટિકના વપરાશ અને વેચાણ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. કાર્યવાહી દરમિયાન વિવિધ વિસ્તારના માર્કેટ પ્લેસ, હોટેલ, રેસ્ટોરન્ટ, ટેકઅવે પોઈન્ટ, ફૂડસ્ટોલ વગેરે સ્થળે સપાટીઓ કરવામાં આવી હતી. આકડાઓની વાત કરીએ તો , SWM ટીમ દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરતા 186 જેટલા વેપારીઓ અને ઈસમો વિરુદ્ધ કાર્યવાહીની નોટીસ ફટકારી, કુલ 438 કિ.ગ્રા જેટલું સિંગલ યુઝ પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું. તેમજ કુલ રૂ.2,38,800 /- જેટલો દંડ વસૂલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!