સંતરામપુરમાં ઈંધણની કટોકટી જેવી સ્થિતિ?, પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારો

સંતરામપુરમાં ઈંધણની કટોકટી જેવી સ્થિતિ?, પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારો

અમીન કોઠારી મહીસાગર
મહીસાગરના સંતરામપુર અચાનક એવી સ્થિતિ સર્જાઈ કે વાહનચાલકોના જીવ તાળવે ચોંટ્યા છે. પેટ્રોલ પંપ પર જે દ્રશ્યો જોવા મળ્યા, તે કોઈ કટોકટીનો સંકેત આપી રહ્યા છે. ‘નો સ્ટોક’ ના બોર્ડ અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શહેરની અંદર ઈંધણ માટે જે સંગ્રામ છેડાયો છે સંતરામપુર પેટ્રોલ પંપ પર લાઈનો
પેટ્રોલ ભરાવવા માટે પંપ પર વાહનોની અકલ્પનીય ભીડ
અચાનક પેટ્રોલની અછત સર્જાતા હજારો લોકો ઉમટી પડ્યા
શહેરના બે પેટ્રોલ પંપ પર ‘સ્ટોક નથી’ ના બોર્ડ લાગ્યા
ઈંધણની તંગીની આશંકાએ લોકોમાં ભારે ફફડાટ અને ચિંતા
પેટ્રોલ પંપ પર ટ્રાફિક અને ભીડ જોવા મળી
સંતરામપુર શહેરમાં આજે અચાનક પેટ્રોલની અછત સર્જાતા વાહનચાલકોમાં ભારે ચિંતા અને દોડધામ જોવા મળી હતી. શહેરના મુખ્ય પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી લાઈનો લાગતા ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાઈ હતી. ઈંધણ ખૂટી જવાની આશંકાએ લોકો વહેલી સવારથી જ પંપ પર ઉમટી પડ્યા હતા.
નો પેટ્રોલ તેવા બોર્ડ મારી દેવામાં આવ્યા
પરિસ્થિતિ ત્યારે વધુ ગંભીર બની જ્યારે શહેરના બે અગ્રણી પેટ્રોલ પંપો પર ‘પેટ્રોલ નથી’ તેવા બોર્ડ મારી દેવામાં આવ્યા. આ સમાચાર વાયુવેગે ફેલાતા અન્ય પંપો પર પણ હજારોની સંખ્યામાં લોકો પહોંચી ગયા હતા. લાઈનો એટલી લાંબી હતી કે વાહનચાલકોને કલાકો સુધી રાહ જોવી પડી હતી.
સંતરામપુર ની જનતામાં પેટ્રોલની આ કૃત્રિમ કે વાસ્તવિક અછતને લઈને અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે.




